1. Home
  2. ગુજરાતી
  3. શાહીનબાગ કેસઃ- SCએ કહ્યું ‘સાર્વજનિક રસ્તાઓ પ્રદર્શન માટે નથી’- હાલની સ્થિતિ જોતા સુનાવણી ટાળવામાં આવી
શાહીનબાગ કેસઃ- SCએ કહ્યું ‘સાર્વજનિક રસ્તાઓ પ્રદર્શન માટે નથી’- હાલની સ્થિતિ જોતા સુનાવણી ટાળવામાં આવી

શાહીનબાગ કેસઃ- SCએ કહ્યું ‘સાર્વજનિક રસ્તાઓ પ્રદર્શન માટે નથી’- હાલની સ્થિતિ જોતા સુનાવણી ટાળવામાં આવી

0
  • શાહીનબાગ કેસને લઈને આજે કોર્ટમાં સુનાવણી ટળી
  • SCએ કહ્યું સાર્વજિક રોડ પ્રદર્શન માટે નથી,
  • હાલ સુવાનણી માટે સમય યોગ્ય નથી
  • 13 લોકોએ જીવ ગુમાવ્યા જે બાબત નાની નથી-કોર્ટ

નાગરીકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં હિંસા વકરી રહી છે,દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં પ્રદર્શન શરુ છે,કેટલાક રસ્તાઓ પ્રદર્શનના કારણે છેલ્લા 70 દિવસોથી બંધ રાખવામાં આવ્યા છે,આ સમગ્ર મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, ,જેમાં સુપ્રીમકોર્ટએ કહ્યું કે,સાર્વજનિક રસ્તાઓ પ્રદર્શન માટે નથી,આ સાથે કોર્ટએ નિવેદન આપ્યું છે કે,અત્યારની સ્થિતિ સુનાવણી માટે યોગ્ય નથી.

શાહીન બાગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીઓને કહ્યું કે,અમે તેમના રિપોર્ટ જોયા છે.સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે, તમે પોલીસને ડિમોરલાઇઝ કરી શકતા નથી,આ સમયે અમારા પોલીસ દળના કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે,અમે આ મામલે અત્યારે વિચાર કરવા માંગતા નથી.કોર્ટે કહ્યું કે,આ કેસની સુનાવણી માટે હાલ પરિસ્થિતિ યોગ્ય નથી એટલા માટે સુનાવણી ટાળીએ છે.એસજી તુષાર મેહતાએ કોર્ટની વાતનો વિરોધ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,પોલીસ તેમનું કામ કરે,ક્યારેક પરિસ્થિતિ એવી આવીને ઊભી રહતી હોય છે કે,આઉટ ઓફ ઘ બોક્સ જઈને કામ કરવું પડે છે. જસ્ટીસ કે.એમ.જોસેફે કહ્યું, ” જે સમયે એક ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવામાં આવી તે સમયે પોલીસે કાર્યવાહી કરવી જોઈતી હતી,માત્ર દિલ્હી જ નહી આ માટે કોઈ પણ રાજ્ય હોય પોલીસે કાયદા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ. આ સમસ્યા પોલીસના પ્રોફેશનલિઝમનો અભાવ દર્શાવે છે.

કોર્ટે કહ્યું કે, સમસ્યા એ છે કે પોલીસમાં વ્યાવસાયીકરણનો અભાવ છે. પોલીસ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય છે. અમે આ સંદર્ભે ઘણી વખત માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, અમેરિકા અને બ્રિટનમાં પોલીસ કેવી રીતે કાર્ય કરે છે જુઓ. ત્યાંની પોલીસ કોઈના આદેશની રાહ જોતી જ નથી. કોઇ ઉશ્કેરણીજનક નિવેદન આપે કે, તરત પોલીસ તેની ધરપકડ કરવાનું કામ કરે છે પછી તે રાજકીય પક્ષ હોય કે બીજુ કોઈ. એસજીએ કહ્યું કે, જો પોલીસ કામ કરવાનું શરૂ કરે તો અદાલતે તેને રોકવા દરમિયાનગીરી કરવી પડશે.

કોર્ટે કહ્યું કે 13 લોકોએ જીવ ગુમાવ્યા છે જે નાની બાબત નથી.આ મામલે હવે સુપ્રિમ કોર્ટમાં 23 માર્ચે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે વહીવટીતંત્રને પગલાં લેવા માટે રોક્યા નથી. હવે હોળી બાદ આ મામલે સુનાવણી થશે, ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થઈ જશે.

સમગ્ર મામલા વચ્ચે વરીષ્ઠ વકીલએ એવા વજાહત હબીબુલ્લાહ અને ભીમ આર્મીના મુખ્યા ચંદ્રશેખર બહાદુર અબ્બાસ નકવીએ સુપ્રીમકોર્ટમાં એક બીજી અરજી દાખલ કરી છે,આ અરજીમાં શાહીનબાગમાં અડગ રહેલા પ્રદર્શનકારીઓ માટે જરુરી સુરક્ષાની માંગણી કરવામાં આવી છે.

મધ્યસ્થીઓના રિપોર્ટ પહેલા,શાહીન બાગમાં નાકાબંધી હટાવવા માટે ચાલી રહેલા પ્રયત્નોમાં સામેલ વજાહત હબીબુલ્લાહએ સુપ્રીમકોર્ટમાં એક સોગંદનામુ દાખલ કર્યું,જેમાં તેમણે રસ્તાઓને ચાલુ કરાવવા માટે ઉપાયો જણાવ્યા છે,આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે,આસપાસના કેટલાક રસ્તાઓ પરથી બેરીકેટ્સ હટાવવાથી હાલની સ્થિતિમાં તરત રાહત મળશે.

તકનીકી રીતે ઉચ્ચ અદાલતએ મુખ્ય વાર્તાકારના રુપમાં વરિષ્ટ અધિવક્તા સંજય હેગડેની નિયુક્ત કરી હતી,જેમની સહાયતા સાધના રામચંદએ કરી,કોર્ટના આદેશ મુજબ હબીબુલ્લાએ વિરોધ સ્થળ શાહીન બાગની મુલાકાત લીધી હતી અને પોતાનું સોગંદનામું ફાઇલ કર્યું હતું.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.