1. Home
  2. ગુજરાતી
  3. શેરબજારનો સુપર મંડે, 40 હજાર પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
શેરબજારનો સુપર મંડે, 40 હજાર પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

શેરબજારનો સુપર મંડે, 40 હજાર પાર સેન્સેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

0
  • શેરબજારમાં સોમવારે 250 પોઇન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં પણ 50 પોઇન્ટની તેજી, માર્કેટમાં પણ તેજી

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો. સોમવારે પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટના ઉછાળા સાથે 40,407ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટી પણ 50 પોઇન્ટની તેજી સાથે 11,967 પર ખુલ્યો હતો. વોડાફોન, આઇડિયા તેમજ ઇંડોસ્ટાર કેપિટલના શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

સવારે 9.18 વાગ્યે 30 પ્રમુખ શેર્સ આધારિત સૂચકાંક સેન્સેક્સ 184.16 અંકોની તેજી સાથે 40,349 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે તે પહેલા સેન્સેક્સ તેજી સાથે 40,293.85 પર ખુલ્યો હતો અને 40,353.32 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. અગાઉ સેન્સેક્સ 40,165ના સ્તરે બંધ થયો હતો.

નિફ્ટી પણ 53.20 પોઇન્ટની તેજી સાથે 11,943 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી તેજી સાથે 11,298.90 પર ખુલ્યો તેમજ 11,952 સુધી ઉછળ્યો હતો. નિફ્ટી ગત સત્રમાં 11,890 પર બંધ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.