1. Home
  2. ગુજરાતી
  3. સફેદ વાળની સમસ્યાથી પીડાવ છો? તેમાંથી છૂટકારો ઈચ્છો છો, તો આટલું કરો
સફેદ વાળની સમસ્યાથી પીડાવ છો? તેમાંથી છૂટકારો ઈચ્છો છો,  તો આટલું કરો

સફેદ વાળની સમસ્યાથી પીડાવ છો? તેમાંથી છૂટકારો ઈચ્છો છો, તો આટલું કરો

0

આજે વાળ સફેદ થવા એ એક સમસ્યા બની ગઈ છે, વધતાં જતાં પ્રદૂષણ અને માનસિક તણવાના કારણે દરેક વ્યક્તિ વાળ સફેદ થવાની સમસ્યાથી ચિંતિત છે. આ સમસ્યામાંથી થોડા સમય માટે મેહેંદી, હેર કલર અને હેર ડાઈ જેવા પ્રોડક્ટ રાહત તો આપે છે. પરંતુ કાયમ માટે સફેદવાળમાંથી છૂટકારો નથી આપતા અને થોડા દિવસોમાં જ ફરી સફેદ વાળ દેખાવા લાગે છે.

ધણા લોકો આ વાળ સફેદ થવાની સમસ્યાથી હેરાન પરેશાન હશે ,જરુરી નથી કે તમારી અમર થઈ ગઈ છે એટલે જ વાળ સફેદ થાય છે આજકાલ તો નાના નાના બાળકોથી લઈને યૂવતી અને યૂવકોના પણ વાળ સફેદ જોવા મળે છે. તમે પણ જો આવી જ સમસ્યાથી હેરાન છો તો તમારા માટે એક ખુશખબર છે. જેમાં કેટલાક ઘરગથ્થુ ઉપચારથી તમે કાયમ માટે સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

તો ચાલો જાણઈયે કે શું કરીયે એવું કે જેથી આ સમસ્યા કાયમ માટે મટીપરવારે

આદુ : આદુની પેસ્ટ કરી તેમાં દૂધ મિક્ષ કરી પેસ્ટ બનાવો.
આ પેસ્ટ 10 થી 15 મિનિટ માટે વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ લો.
આ ઉપચારથી વાળ ખરતાં પણ અટકશે.

સફેદ વાળથી મેળવો છૂટકારો…….આ ઘરેલું ઉપાય અજમાવો

ડુંગળીનો રસ : ડુંગળીની પેસ્ટ કરી વાળમાં 10 મિનિટ સુધી લગાડવી.
ત્યારબાદ વાળ સારી રીતે ધોઈ લેવા. આ ઉપાયથી વાળ કુદરતી રીતે કાળા થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

નાળિયેર : નાળિયેરના તેલમાં થોડો લીંબુનો રસ અને લીમડાના પાન ઉમેરી ગરમ કરો.
આ મિશ્રણથી વાળમાં 10 મિનિટ માલિશ કરવી અને પછી વાળ ધોઈ લેવા.

મરી : અડધા કપ દહીંમાં એક ચમચી મરી પાવડર ઉમેરી આ પેસ્ટથી વાળમાં મસાજ કરી વાળ ધોવા.

આમળાનો રસ : આમળાના રસમાં બદામનું તેલ ઉમેરવું. આ મિશ્રણને વાળમાં લગાવી 15 મિનિટ રાખવું ત્યારબાદ વાળ ધોઈ લો.

ગાયનું ઘી : અઠવાડિયામાં બે વખત ગાયના ઘીથી માથામાં માલિશ કરવી. આ ઉપાયથી પણ વાળ કુદરતી રીતે કાળા થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
તો ફ્રેન્સ આટલું ચોક્કસ ટ્રાય કરજો અને જો જો શું વે છે રિઝલ્ટ , ચોક્કસ તમને તમારા સફેદવાળમાં આ ઉપચાર ફાયદારુપ સાબિત થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.