1. Home
  2. Regional
  3. સરહદ પર તનાવને લીધે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આખરે રદઃ હવે રાહુલ અને પ્રિયંકા નહીં આવે
સરહદ પર તનાવને લીધે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આખરે રદઃ હવે રાહુલ અને પ્રિયંકા નહીં આવે

સરહદ પર તનાવને લીધે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આખરે રદઃ હવે રાહુલ અને પ્રિયંકા નહીં આવે

0

ભારત અને પાકિસ્તાનમાં તણાવની પરિસ્થિતિને પગલે તા. 28 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે ગુરૂવારે અમદાવાદમાં યોજાનારી કાંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી તેમજ અડાલજ ખાતે યોજાનારી જનરેલી રદ કરવામાં આવી છે.  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ગુજરાતની મુલાકાત રદ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિને કારણે અમદાવાદમાં આવતી કાલે તા.28મીને ગુરૂવારે યોજાનારી કોંગ્રેસ પક્ષની વર્કિંગ કમિટીની બેઠક અને જનરેલી રદ કરવામાં આવી છે. આ વખતની રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત કંઇક વિશેષ હતી કારણ કે 58 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક અમદાવાદમાં મળવાની હતી. જે હાલ રદ કરવામાં આવી છે પરંતુ થોડા દિવસમાં તે ફરી કરવામાં આવશે. આ પહેલા 1961માં ભાવનગર ખાતે કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી..આવતીકાલે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ઉપરાંત અડાલજ ખાતે જનસંકલ્પ રેલીને કોંગ્રેસનું શીર્ષસ્થ નેતૃત્ત્વ સંબોધન કરવાનાં હતાં. જેને કારણે ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ આદરી હતી. પહેલા માહિતી મળી હતી કે 27મી ફેબ્રુઆરીએ લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામનબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર સહિતના 25 જેટલા નેતાઓ અમદાવાદ આવી પહોંચવાના હતા. લોકસભા, રાજ્યસભાના વિપક્ષ નેતાઓ, રાજ્યસભા સાંસદ એહમદ પટેલ, પૂર્વ મંત્રી પી. ચિદમ્બરમ, પૂર્વ મંત્રી આનંદ શર્મા, કે.સી. વેણુગોપાલ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલા, પૂર્વ મંત્રી કુમારી શૈલજા, આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૃણ ગોગોઈ, એ.કે. એન્ટની સહિતના 25 કેન્દ્રીય કોંગ્રેસના નેતાઓ આજે ૨7મીએ અમદાવાદ ખાતે આવી પહોંચવાના હતા.પણ બેઠક રદ કરાતા હવે ગુજરાતની મુલાકાતે નહીં આવે.

tags:

LEAVE YOUR COMMENT