1. Home
  2. Regional
  3. સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું
સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું

0

મોટી ઇસરોલ:  સાબરકાંઠા સંસદીય વિસ્તારના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે આજરોજ પોતાનું ઉમેદવારી ફોર્મ હિંમતનગર ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું તે આગાઉ દુર્ગા બજાર ખાતે કાર્યકરોની ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. પ્રદેશના મહામંત્રી  કે.સી.પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે સભાને સંબોધી હતી અને ઉમેદવાર દિપસિંહ રાઠોડને જંગી બહુમતિથી વિજયી બનાવવા ઉપસ્થિત હજારો કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.

પ્રદેશ ઉપપ્રમુખ રમીલાબેન બારા, સાબરકાંઠા લોકસભા ઈન્ચાર્જ તખતસિંહ હડિયોલ, બન્ને જિલ્લાના  ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ, રણવીરસિંહ ડાભી,  ધારાસભ્યો રાજેન્દ્રસિંહ ચાવડા,ગજેન્દ્રસિંહ પરમાર, હિતેશ કનોડિયા, રાષ્ટ્રીય મહિલા મોરચા ઉપપ્રમુખ કુ. કૌશલ્યા કુંવરબા લોકસભા સહ ઇન્ચાર્જ કનુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ પટેલ, અશોકભાઈ જોશી, અરવલ્લી જિલ્લા મહામંત્રી  શામળભાઈ પટેલ, સાબરડેરી અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ અને લોકસભા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પટેલ,સાબરડેરી ડિટેક્ટર ભીખુસિંહ પરમાર તથા ભોગીલાલ પટેલ વગેરે સહિત બન્ને જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો  ઉપસ્થિત રહ્યા હતા.આ સભા પછી રેલી સ્વરૂપે સૌ કાર્યકરો સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ  ગયા હતા.જ્યાં નિયત સંખ્યામાં સાથીદાર અને ટેકેદારોની ઉપસ્થિતિમાં  જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું.

LEAVE YOUR COMMENT