1. Home
  2. Regional
  3. સાવરકુંડલાના હાથસણી ગામે દારડું તૂટતા કૂવામાં પડતા બે મજુરોના મોત
સાવરકુંડલાના હાથસણી ગામે દારડું તૂટતા કૂવામાં પડતા બે મજુરોના  મોત

સાવરકુંડલાના હાથસણી ગામે દારડું તૂટતા કૂવામાં પડતા બે મજુરોના મોત

0

અમરેલી :  જિલ્લના સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે કૂવામાંથી માટી કાઢતા હતા ત્યારે દોરડું તૂટી જતાં બન્ને મજુરો કૂવામાં પટકાયા બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવથી નાના એવા હાથસણી ગામે અરેરાટી વ્યાપી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં કૂવો અને બોરવેલના ખોદકામ વખતે અકસ્માતે અવારનવાર મજૂરોના મોત થવાની ઘટનાઓ ઘટતી હોવા છતાં તકેદારીના પગલા નહીં લેવાતા આવા બનાવો છાશવારે બન્યા કરે છે. ગત રાત્રીએ આવો જ એક અકસ્માત અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં થયો હતો. સાવરકુંડલાના હાથસણી ગામે કૂવામાંથી માટી કાઢતા સમયે માટી કાઢતા દોરડુ તુટ્યું હતું. આ અકસ્માતમાં બે મજૂરોના મોત થયા છે. કૂવામાંથી મજૂરો જ્યારે માટી કાઢી રહ્યાં હતા ત્યારે અચનાક ક્રેન સાથે જોડાયેલું દોરડું તુટતા બંને મજૂરો નીચે પટકાયા હતા અને તેમના મોત થયા હતા. આ ઘટનામાં હાથીસણ ગામના 42 વર્ષના મનસુખ ભાઈ જીંજુવાડિયા અને 35 વર્ષના અતુલ ભાઈ કુંડેચાના મોત થયા છે. આ બંને મૃતકની લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે ઘટના ઘટી ત્યારે આસપાસના લોકોએ તુરંત જ 108ને બોલાવી હતી અને મજૂરોના મૃતદહને બહાર કઢાયા હતા. હાલમાં બંને મૃતકની લાશની પોસ્ટોમોર્ટમ કરવા માટે સાવરકુંડલા લઈ જવામાં આવી છે

tags:

LEAVE YOUR COMMENT