1. Home
  2. Regional
  3. સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં પત્નીને બાંધીને પતિની હત્યા કરી સોના-ચાંદીની લૂંટ
સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં પત્નીને બાંધીને પતિની હત્યા કરી સોના-ચાંદીની લૂંટ

સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં પત્નીને બાંધીને પતિની હત્યા કરી સોના-ચાંદીની લૂંટ

0

ભાવનગર:   જિલ્લાના સિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં ગત રાત્રે કેટલાક શખસોએ ઘરમાં ઘુસીને સોનાં-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. અસામાજિક તત્વોએ દંપતિ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો. આ શખસોએ પત્નીને બાંધીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ત્યાર બાદ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં સનસનાટી વ્યાપી ગઈ છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લાના સિંહોર તાલુકાના ઘાંઘળી ગામની સીમમાં રહેતા સંજયભાઈ વિજલભાઈ પરમાર  રાત્રે તેના ઘરે સુતા હતાં. તે સમયે રાત્રે 1 વાગ્યા આસપાસ પાંચેક જેટલા ઈસમો ઘરમાં ઘૂંસી આવ્યા હતા. આ શખસોએ ધારીયા, કુહાડી, છરી સહિતના ઘાતક હથિયાર વડે દંપત્તિ પર હુમલો કર્યો હતો અને સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. અસામાજિક તત્વોએ પહેલા પત્ની રાધાબેનને દોરડાથી બાંધી દીધા હતા અને મોઢા પર ડુંચો ભરાવી દીધો હતો. આ ઘટનામાં સંજયભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોએ સંજયભાઈ અને તેની પત્નીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં સંજયભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. અને ડોગ સ્વોર્ડની પણ મદદ લેવામાં આવી છે. આ બનાવથી ઘાંઘળી ગામમાં ચકચાર મચી ગઈ હતી.

tags:

LEAVE YOUR COMMENT