Politicalગુજરાતી

સીડીઓ પરથી પડી ગયો ફોટો જર્નાલિસ્ટ, રાહુલ ગાંધીએ દોડીને ઉભો કર્યો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસની ઓડિશા મુલાકાતે છે. શુક્રવારે જ્યારે તેઓ ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે એરપોર્ટ પર પહોંચ્યા અને બહાર આવ્યા, ત્યારે તેમની તસવીર ક્લિક કરવા માટે ઘણા ફોટો જર્નાલિસ્ટ પણ અહીં પહોંચ્યા હતા. જ્યારે એક ફોટો જર્નાલિસ્ટ રાહુલ ગાંધીની તસવીર લઈ રહ્યો હતો, ત્યારે તે સીડીઓથી પાછળ ગબડી પડયો હતો. આ જોઈને ઝેડ પ્લસ સુરક્ષાચક્રમાં ઘેરાયેલા રાહુલ ગાંધી તાત્કાલિક તેના તરફ વળ્યા અને ફોટો જર્નાલિસ્ટને ઉભો કરવા માટે દોડી ગયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીડીઓ પરથી ઉતરીને ફોટો પત્રકારની પાસે પહોંચીને તેનો હાથ પકડીને તેને ઉભો કર્યો હતો. સાથે જ તેના હાલચાલ પુછયા હતા. તે સમયે રાહુલ ગાંધીની સાથે સુરક્ષાકર્મી અને ઘણાં નેતાઓ પણ હાજર હતા. આ ઘટના જોઈને આસપાસ ઉભેલા લોકો પણ રાહુલ ગાંધી અને ફોટો જર્નાલિસ્ટની પાસે પહોંચી ગયા હતા. આ ઘટનાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે રાહુલ ગાંધી ઓડિશા ડાયલોગ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે ભુવનેશ્વર પહોંચ્યા છે.

ઓડિશા ડાયલોગ કાર્યક્રમને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ઓડિશા એક વિકેન્દ્રીકૃત સમાજ છે. એવો વિચાર છે કે એક વ્યક્તિ કરોડો લોકોના સવાલનો જવાબ આપી શકે છે, તેના સંદર્ભે તેઓ મૂળભૂત રીતે વિશ્વાસ કરતા નથી. જો ભારતની ઉન્નતિ કરવી છે, તો ઓડિશાના લોકોનો અવાજ પણ તેમા સામેલ કરવો પડશે. તેઓ એ કહી શકે નહીં કે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની કોઈ ભૂમિકા નથી, પરંતુ માપદંડ જાહેર ક્ષેત્ર દ્વારા નક્કી કરવું જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આઈઆઈટી જેવી જાહેર સંસ્થાઓને 21મી સદીઓની સંસ્થાનોમાં બદલવાની જરૂરત છે. આ કામ આરોગ્ય સેવાના ક્ષેત્રમાં પણ કરવું પડશે. રોજગારની સૌથી મોટો પડકાર એ છે કે ભારતે ઉત્પાદન બંધ કરી દીધું છે. ઉત્પાદન પર આજે સંપૂર્ણપણે ચીનનો કબજો છે. ભારત એકમાત્ર એવો દેશ છે, જે આ પડકારને જવાબ આપી શકે છે. તેઓ કૃષિ સંકટનો કેવી રીતે સામનો કરે છે અને નોકરીના સંકટને કેવી રીતે દૂર કરે છે. આ સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસનું શાસન અલગ પ્રકારનું છે. કોંગ્રેસ એક લોકશાહી દેશ ચાહે છે. કોંગ્રેસ તમામ વર્ગોને એકસાથે જોડે છે અને પરસ્પર વાતચીતને પણ પ્રોત્સાહીત કરે છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ભારતીય શ્રમ બજારને આકાર આપવા અને શ્રમ મજરીને સારી બનાવવા માટે મનરેગા સફળ પ્રયાસ હતો. તેમણે લાખો લોકોના જીવન બદલ્યા છે. ત્યારે અર્થશાસ્ત્રી જેઓ પહેલા મનરેગાના આલોચક હતા, આજે તેના વખાણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી મનરેગાને સમજી નહીં શકે. તેમણે આની મજાક ઉડાવી અને કહ્યુ કે લોકો પાસે ખાડા ખોદાવવામાં આવ્યા છે. એવું નથી કે આનાથી શ્રમ બજારમાં સુધારો આવ્યો છે. આનાથી ભારતમાં પહેલીવાર લઘુત્તમ મજૂરીની વ્યવસ્થા બની છે.

તેમણે કહ્યુ છે કે જ્યારે ભારતના લોકો એ માનવાનું શરૂ કરી દેશે કે સત્તામાં બેઠેલો વ્યક્તિ તેમની વાત સાંભળતો નથી અને તેમનું સમ્માન કરતો નથી અને જ્યારે વિપક્ષ એકજૂટ થઈ જશે, ત્યારે ભાજપ માટે જીત વ્યવહારીક રૂપથી અસંભવ બની જશે.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply