REGIONALગુજરાતી

સુરતમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલોઃ પીએસઆઈને ઈજા

સુરતઃ શહેરના  રૂસ્તમપુરામાં પોલીસ ચોકી પાસે આયોજિત લગ્નપ્રસંગમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે માથાકુટ કરાઇ હતી. આ બબાલમાં પીએસઆઇને ઇજાઓ પહોંચી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના રુસ્તમપુરામાં પોલીસ ચોકી સામે એસઆરપીના પોઈન્ટ પાસે રહેતા મુસ્લિમ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી શનિવારે રાત્રે ડીજેનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં જોરશોરથી લાઉડ સ્પીકર વગાડાતું હોવાથી સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ રાત્રે 10 પછી લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોય રાત્રે 11 વાગ્યે સલાબતપુરા પોલીસે અહીં ધસી જઇ ડીજે બંધ કરાવી દીધું હતું. જોકે, પોલીસના પરત ફર્યા બાદ ફરી ડીજે શરૂ કરી દેવાયું હતું. ફરી પોલીસને કોલ મળતા મોડી રાત્રે 1 વાગ્યે પોલીસે ડીજે બંધ કરાવી દીધું હતું. જોકે, ત્યારબાદ પણ ડીજે શરૂ કરી દેવાતા પંદરેક મિનિટ બાદ પીએસઆઇ સહિતનો સ્ટાફ ડીજે કબ્જે કરાવવા સ્થળ પહોંચ્યો હતો. અહીં સ્થાનિક લોકોએ ડીજે બંધ કરાવવાના મુદ્દે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. પોલીસને એલફેલ બોલી હંગામો મચાવાયો હતો દરમિયાન ટોળામાંથી કેટલાંક તત્વોએ ઉશ્કેરણી કરી હતી. તેઓએ પોલીસનો ઘેરાવ કરી જીભાજોડી પણ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ટોળામાંથી એક યુવકે કોઇક વસ્તુનો છૂટ્ટો ઘા કરતા પીએસઆઇને કપાળના ભાગે ઇજા પહોંચી હતી. પોલીસ ઉપર હુમલો થતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઇજા પામેલા પીએસઆઇ કપાના ભાગે 3 ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે પીએસઆઇએ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે કરીમ ઉર્ફે ચીના રહીમખાન ઉર્ફે હજરત પઠાણ, રહીમખાન ઉર્ફે હજરત બન્નેખાન પઠાણ, જાફરખાન રહીમખાન પઠાણ સહિત ત્રણ સામે સરકારી ફરજમાં રૂકાવટ અને મારપીટનો ગુનોં નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથધરી છે. માથાભારે તરીકેની છાપ ધરાવતા કરીમ ઉર્ફે ચીનાની બહેનના લગ્ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Related posts
REGIONALગુજરાતી

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી  ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો ગરબા રમવાના શોખિનો માટે ખાસ આ પોષાક આવી…
REGIONALગુજરાતી

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને…
REGIONALગુજરાતી

સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ચોંટા બજાર સાંજે 7 કલાકે બંધ થશે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તેમજ સુરત શહેરના સૌથી મોટા મનરા ચોંટા…

Leave a Reply