1. Home
  2. Regional
  3. સ્વાઈન ફ્લુને નાથવા 23 જિલ્લામાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા હાઈકોર્ટનો આદેશ
સ્વાઈન ફ્લુને નાથવા 23 જિલ્લામાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા  હાઈકોર્ટનો આદેશ

સ્વાઈન ફ્લુને નાથવા 23 જિલ્લામાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા હાઈકોર્ટનો આદેશ

0

ગુજરાતમાં સ્વાઇફ્લૂનો રોગચાળો વકરતા ગુજરાત હોઈકોર્ટે સરકાર પાસે શું પગલા લીધા તેનો જવાબ માગ્યો હતો. સરકારે આજે મંગળવારે જવાબ રજુ કર્યા બાદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે  નિર્દેશ કર્યો હતો કે,  રાજ્ય સરકાર 23 જિલ્લામાં સોમવાર સુધી આઇસોલેશન વોર્ડ શરૂ કરે. તેમજ બુધવાર સુધીમાં શું સુવિધા આપવામાં આવી છે તેની પ્રાથમિક માહિતી રજૂ કરવા જણાવ્યું છે.

ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારા સાથે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ૧લી જાન્યુઆરીથી આજ સુધીના માત્ર 43 દિવસમાં સ્વાઇન ફ્લૂના ખપ્પરમાં ૫૫થી વધુ જિંદગી હોમાઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૭૮ દર્દીઓને આ વાયરસે ઝપટમાં લીધા છે. અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ ૨૯ કેસ નોંધાયા છે. ઠંડીનો ગાળો એચ-1 એન-1 વાયરસને વિકસવા માટે અનુકુળ હોય છે. આવી સિઝનમાં વાયરસ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ હોય છે. સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખી કેન્દ્રમાંથી એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ રવિવારે ગુજરાત દોડી આવી હતી દરમિયાન ગુજરાત હોઈકોર્ટે ગુજરાત સરકારે રોગચાળાને ડામવા શું પગલાં લીધા તેનો જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો. તેમજ જિલ્લાની સિવિલ હૉસ્પિટલોમાં ક્યા ક્યા ઉપકરણો છે અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવી રહી છે, તેની પણ માહિતી આપવામાં આવે. હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલોને ફક્ત કમાણી કરવામાં જ રસ છે

રાજ્યના આરોગ્ય વિભાગના જયંતિ રવિએ જણાવ્યુ હતું કે રાજ્યમાં રોજ 85 90 નવા કેસ નોંધાઈ રહ્યાં છે. સારવાર માટે સરકારે બધી વ્યવસ્થા કરી છે. આપણે ત્યાં સ્વાઇનફ્લૂની દવા ટેમિફ્લૂનો પૂરતો જથ્થો છે. દવાના 75 મિલિગ્રામના 9,52,000 સેમ્પલ છે, અને 30 મિલિગ્રામના પણ પૂરતા સેમ્પલ છે. રાજ્યમાં જેટલા આઇસોલેશન વોર્ડ છે તેમાં 490 બેડ છે જે 1500 સુધી વધારી શકાય તેમ છે. ગઈકાલે દિલ્હીના આરોગ્ય સચિવની ટીમ સાથે રિવ્યૂ મિટિંગ થઈ હતી અને હજુ પણ સરકારની ટીમ દરેક સેન્ટર પર જઈને ટ્રેનિંગ, રિવ્યૂનું કામ કરી રહી છે. સ્વાઈનફ્લુંના કેસ સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે મરણાંક સૌરાષ્ટ્રમાં વધારે છે. આ સ્વાઇન ફ્લૂ વખતે 100.5 ડિગ્રીથી વધું તાવ ચડી જાય ત્યારે તેમને મીફ્લૂ ગોળી આપવામાં આવે તો અસરકારતા ઘણી સારી હોય છે.

LEAVE YOUR COMMENT