1. Home
  2. Political
  3. હું લોકસભાની ચૂંટણી નહીં લડું પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દઈશઃ દિનશા પટેલ
હું લોકસભાની ચૂંટણી નહીં લડું પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દઈશઃ દિનશા પટેલ

હું લોકસભાની ચૂંટણી નહીં લડું પણ કોંગ્રેસના ઉમેદવારને જીતાડી દઈશઃ દિનશા પટેલ

0

અમદાવાદ : ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે મળી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે આવેલા કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ દિનશા પટેલે જાહેરાત કરી હતી કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. એટલું જ નહીં કોંગ્રેસ તરફથી જે પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેને તેઓ મદદ કરીને જીતાડી દેશે.

સરદાર સ્મારકના ટ્રસ્ટી એવા દિનશા પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમને કારણે દેશના લોકો સરદાર સ્મારક વિશે જાણશે. સામાન્ય રીતે કોઈ નેતા અહીં આવતા નથી. ગાંધી પરિવાર અહીં આવ્યો છે તેનો આનંદ છે. સરદાર પટેલના નામે હંમેશા રાજનીતિ કરવામાં આવે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી પણ ક્યારેય અહીં આવ્યા નથી. રૂ. 30 કરોડના ખર્ચ સરદાર સ્મરક તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ અહીં ક્યારેય કોઈ મંત્રી પણ આવ્યા નથી. આ પ્રસંગે દિનશા પટેલા જાહેરાત કરી હતી કે, તેઓ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું હતું તેઓ ચૂંટણી લડવાને બદલે કોંગ્રેસના ઉમેદવારનો મદદ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે CWCની બેઠક મળવાની હતી. પરંતુ ભારતની એર સ્ટ્રાઇક બાદ ઉભી થયેલી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બેઠક મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT