1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના 10 ક્રિકેટર કોરોનાવાયરસથી સંક્રમિત, પાકિસ્તાન ક્રિકેટબોર્ડે કર્યો ખુલાસો
પાકિસ્તાનના 10 ક્રિકેટર કોરોનાવાયરસથી સંક્રમિત, પાકિસ્તાન ક્રિકેટબોર્ડે કર્યો ખુલાસો

પાકિસ્તાનના 10 ક્રિકેટર કોરોનાવાયરસથી સંક્રમિત, પાકિસ્તાન ક્રિકેટબોર્ડે કર્યો ખુલાસો

0

અમદાવાદ:  પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડવાની હતી પરંતુ ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ વખતે પાકિસ્તાનના 10 ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. પાકિસ્તાનના ક્રિકેટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં હડબડી મચી ગઈ છે.

આ મુદ્દે પાકિસ્તાનના મેડિકલ ડાયરેક્ટરે પણ જણાવ્યું કે હાલ પાકિસ્તાન માટે ઈંગ્લેન્ડ રમવા જવું જોખમી સાબિત થઈ શકે છે અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાના પ્રવાસને રદ્ કરવામાં આવી શકે છે અથવા પાકિસ્તાનના અન્ય ખેલાડી સાથે મેચ થઈ શકે છે.

પાકિસ્તાને પોતાના ઈંગ્લેન્ડના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ અને 3 ટી-20 રમવાની છે અને ઈંગ્લેન્ડ હાલ વેસ્ટ ઈંન્ડિઝ સામે રમી રહ્યું છે.

પાકિસ્તાનના જે પણ ખેલાડી કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે તેમના નામ ફખર જમાં, ઈમરાન ખાન, કાશિફ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ રિઝવાન, હૈદર અલી, શાદાબ ખાન, હારિસ રઉફ અને વહાબ રિયાઝ છે.  

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જે ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેને 5-સ્ટાર હોટલમાં રાખવામાં આવશે અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને ઘરે રાખવામાં આવશે અને ત્યાં તેમની સારવાર પણ કરવામાં આવશે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.