REGIONALગુજરાતી

અમદાવાદના 12 તબીબો સુરતની કોવિડ હોસ્પિટલમાં આપશે સેવા

  • સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો
  • આરોગ્ય વિભાગ બન્યું વધારે સતર્ક

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 12 તબીબો સુરત જશે. આ તબીબો સુરતની કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલાતુ અટકાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ દર્દીઓની સારવાર માટે કોવિડ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત જરૂરિ મેડિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ પણ સુરત દોડી ગયા હતા. તેમજ અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી આદેશ કર્યાં હતા.

સુરતમાં કોરોના પીડિતોની સંખ્યામાં વધારો થતા તમામની યોગ્ય સારવારને ધ્યાનમાં રાખીને અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબોને સુરત મોકલામાં આવશે. આ તબીબો સુરતના કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આંકડો 42 હજાર નજીક પહોંચ્યો છે. જ્યારે સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો 7828 પર પહોંચ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં દરરોજ 200થી વધારે કેસ સામે આવી રહ્યાં છે.

Related posts
BUSINESSREGIONAL

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના…
REGIONALગુજરાતી

ગુજરાતમાં ચોમાસુ જામ્યું : સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે…
REGIONALગુજરાતી

ગુજરાતમાંથી ડુંગળી બાદ હવે ડેનિમ અને ડાઈંગ મટિરિયલ્સની ખાસ ટ્રેન મારફતે બાંગ્લાદેશ નિકાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા અનલોકમાં વેપાર-ધંધા રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાંથી ટ્રેન મારફતે પ્રથમવાર…

Leave a Reply