Bolly woodENTERTAINMENTગુજરાતી

સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જુનનો આજે 38 મો બર્થડે – જાણો તેમની રિયલ લાઈફ લવ સ્ટોરી અને ફિલ્મી સફર વિશેની કેટલીક વાતો

  • સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુનનો બર્થડે
  • સ્નેહા સાથે કર્યા હતા લવ મેરેજ
  • મેરેજ માટે સ્નેહાના પિતા નહોતા તૈયાર
  • અનેક મથામણ બાદ થયા લગ્ન

ચેન્નઈ – અલ્લૂ અર્જુન જે કોઈની ઓળખના મોહતાજ નથી, સાઉથના સુર સ્ટારના લીસ્ટમાં આલૂ અર્જુનનું નામ મોખરે રહ્યું છે,તેની ફેન ફોલોઈંગ જબરજસ્ત જોવા મળે છે,તેમની શાનદાર એક્ટિંગ અને સ્ટાઈલએ દર્શકોના દિલ જીત્યા છે.એક્ટર અલ્લૂ આજે તેમનો  38મો બર્થડે મનાવી રહ્યા છે, તેમનો જન્મ 8 એપ્રિલ,1983મા ચેન્નઈમાં થયો હતો,તો આજના દિવસે તેમના વિશેની કેટલીક ખાસ વાતો પર એક નજર કરીએ.

ગંગોત્રી ફિલ્મથી કરી ફિલ્મ સફરની શરુઆત

અલ્લૂ અર્જુન દક્ષિણ ભારતીય ફિલ્મના સુપર સ્ટાર છે.ફેટરનિટીમાં સૌથી ફેમસ અને સક્સેસફૂલ એક્ટર્સ તરીકે તેમની ગણના કરવામાં આવે છે,આ સાથે જ ગુગલ પર તેમનું નામ સૌથી વધુ સર્ચ થયું છે, વર્ષ 2003માં અલ્લૂ અર્જૂને લાલકૃષ્ણ રાધવેન્દ્ર રાવની ફિલ્મ ‘ગંગોત્રી’ ફિલ્મથી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી.

વર્ષ 2011માં સ્નેહા સાથે કર્યા લવ મેરેજ

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી સાથે 6 માર્ચ, 2011 ના રોજ વલ મેરેજ કર્યા હતા. અલ્લુ અને સ્નેહાની જોડીને દર્શકો ખૂબ પસંદ કરે છે. અલ્લુ અને સ્નેહાની ફર્સ્ટ મિટિંગ યુ.એસ. માં મિત્રના લગ્નમાં થઈ હતી.  પહેલી નજરમાં જ અલ્લૂને સ્નેહા સાથે પ્રેમ થયો. સ્નેહા જાણતી હતી કે અલ્લુ એક એક્ટર છે, પરંતુ તેણે ક્યારેય તેની ફિલ્મ જોઇ નહોતી.

બસ ત્યાર બાદ બન્નેની લવ સ્ટોરી શરુ થઈ અને કેટલાક વર્ષ પછી અલ્લૂના પિતાએ તો  લગ્ન માટે  હા પાડી પરંતુ, સ્નેહાના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા, બીજી તરફ આ બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા એક બીજાને છોડવા માંગતા નહોતા. અનેક માથામણ બાદ સ્નેહાના પિતાએ હા પાડી અને અંતે બન્ને લગ્ન જીવનમાં જોડાયા.

અલ્લૂ અર્જૂન પાસે જૂદી જૂદી કારનું કલેક્શન છે

અલ્લૂ અને સ્નેહાને બે બાળકો છે,જેનું નામ અયાન અને અરહા છે,તેમણે તેમની ફિલ્મી સફરમાં અનેક એવોર્ડ મેળવ્યા છે.અલ્લૂ અર્જુનની અપકમિંગ ફિલ્મની જો વાત કરીએ તો તેનું નામ પુષ્પા છે, જેમાં તેની સાથે રશ્મિકા મંદાના મેન રોલમાં જોવા મળશે.આ ફિલ્મને સુકુમારનાં ડિરેક્ટ કરી રહ્યા છે.

અલ્લુ અર્જુન ખૂબ જ વૈભવી જીવન જીવી રહ્યા છે,અલ્લૂને જૂદી જુદી કાર વસાવાનો ખૂબ જ શોક છે ,તેમના પાસે એકથી એક ખાસ કાર જોવા મળે છે,તેમના બીએમડબ્લ્યુ, જગુઆર, ઓડી, રેંજ રોવર જેવી લક્ઝરી કાર્સનું કલેક્શન છે.

સાહિન-

Related posts
BEAUTYગુજરાતી

બ્યુટી પાર્લરમાં બનતા મોંઘા ફેશિયલને બનાવો ઘરે બેઠા, સંતરાની છાલનો કરો આ રીતે ઉપયોગ

સંતરા અથવા નારંગીના છે અનેક ફાયદા ચહેરાની સુંદરતા વધારવામાં પણ છે ઉપયોગી ઘરે બેઠા જ બનાવી શકો છે ફેશિયલ પેક બજારમાં આજે…
Regionalગુજરાતી

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે આ જ…
Nationalગુજરાતી

હવે ઘરેલૂ ફ્લાઇટમાં ભોજન નહીં મળે, જાણો ઉડ્ડયન મંત્રાલયનો નિર્ણય

કોરોનાના સ્ફોટક સંક્રમણ વચ્ચે નાગરિક વિમાન મંત્રાલયે લીધો નિર્ણય વિમાન મંત્રાલયે કોરોનાને કાબૂ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું 2 કલાકથી ઓછી સ્થાનિક…

Leave a Reply