1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 13 બાળ મજૂરોને મુક્ત કરાવાયા
રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 13 બાળ મજૂરોને મુક્ત કરાવાયા

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા 13 બાળ મજૂરોને મુક્ત કરાવાયા

0
Social Share

રાજકોટ, 24 મે, 202613 child laborers working in a saree factory in Jetpur were released જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગમાં અનેક બાળ મજુરો કામ કરતા હોવાની બાતમીના આધારે રાજકોટ શ્રમ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે ત્રણ કારખાનાઓમાં રેડ પાડી હતી. આ મેગા ઓપરેશનમાં સાડીમાં પ્રિન્ટિંગ અને ઘડી કરવાનું કામ કરતા કુલ 13 જેટલા માસુમ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કારખાનાના 3 માલિકો/સંચાલકો વિરૂધ્ધ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં બાળ મજુર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે,  રાજકોટના સરકારી શ્રમ અધિકારી અને બાળ મજુર નિરીક્ષક ડૉ. દિશા આર. કાનાણીની આગેવાનીમાં શ્રમ વિભાગના અધિકારીઓ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ડી.સી.પી.યુ. અને જેતપુર ઉદ્યોગનગર પોલીસના સ્ટાફ સહિતની ટાસ્ક ફોર્સ દ્વારા સવારના 11:30 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટાસ્ક ફોર્સ દ્વારા જેતપુરના જુદા જુદા ત્રણ એકમો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમ્માનગર વિસ્તારમાં આવેલા આ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સાડીને ઘડી કરવાના કામે રાખવામાં આવેલા આશરે 10 થી 13 વર્ષની વયના 4 બાળ શ્રમિકો મળી આવ્યા હતા. આ અંગે સંચાલક અન્સારી અલ્તાફ હુસેન સાહબજાદ સામે ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત ઉદ્યોગનગરના રબારીકા રોડ પર આવેલા શાંતિવન વિસ્તારમાં કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સાડી પ્રિન્ટિંગના કામે રખાયેલા આશરે 13 વર્ષના 1 બાળ શ્રમિકને મુક્ત કરાવી, સંચાલક નીમેશભાઇ રાદડીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ ઉપરાંત  ભાદરના સામા કાંઠે નંદાણીયા નગરમાં ફીલ્ટર પ્લાન્ટ રોડની બાજુમાં આવેલા એકમ પર બપોરે 1:30 થી 3:30 દરમિયાન તપાસ કરવામાં આવી હતી. અહીં સૌથી વધુ, સાડીને ઘડી કરવાના કામે રાખવામાં આવેલા 12 થી 13 વર્ષની ઉંમરના 8 બાળ શ્રમિકો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે મીત મનસુખભાઇ ભુવા સામે એફ.આઈ.આર. નોંધી છે. આમ ત્રણેય સ્થળોએથી મુક્ત કરાવાયેલા તમામ 13 બાળકોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 દિવસથી લઈને 1 વર્ષ જેટલા સમયગાળાથી અહીં મજૂરી કરતા હતા. દરોડા બાદ આ તમામ બાળકોને તહોમતદારોના કબજામાંથી મુક્ત કરાવીને સુરક્ષિત આશ્રય માટે રાજકોટ ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહને સુપ્રત કરવામાં આવ્યા છે.

શ્રમ વિભાગની આ સઘન કાર્યવાહીથી જેતપુરમાં ગેરકાયદેસર રીતે બાળ મજૂરી કરાવતા કારખાનેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ત્રણેય કેસમાં બાળ મજુર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code