in ,

ગાંધીનગરમાં નશામાં ચકચૂર કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જીઃ 15થી વધુ વાહનોને અડફેટે લીધા

  • અકસ્માતમાં 17થી વધારે લોકો ઈજાગ્રસ્ત
  • LCBના મહિલા PSI પણ થયા ઘાયલ
  • કારમાંથી પ્લાસ્ટિકના કપ અને બાયટિંગ મળ્યું

અમદાવાદઃ ગાંધીનગરના કોબા નજીક પૂરઝડપે પસાર થતી કારના આચકે અકસ્માતની હારમાળા સર્જી હતી. કાર ચાલકે એક-બે નહીં પરંતુ 15થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 17થી વધારે લોકોને ઈજા થઈ હતી. પોલીસ તપાસમાં કારમાંથી દારૂ પીવાના પ્લાસ્ટિકના કપ અને બાઈટીંગ મળી આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કોબાસર્કલ નજીકથી પૂરઝડપે કાર પસાર થતી હતી. દરમિયાન નશામાં ચકચૂર કાર ચાલકે રિક્ષા, સ્કૂટર સહિત એક પછી એક 15થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં LCBના મહિલા PSI વી.બી વર્માના સ્કૂટરને પણ અડફેટે લેતા મહિલા પીએસઆઇને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત સર્જનારી કારમાંથી બાઇટિંગ અને પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા હતા. આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠાં થયા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નડિયાદમાં દારૂની મહેફિલ ઉપર પોલીસના દરોડાઃ 7 યુવતીઓ સહિત 15ની ધરપકડ

Howdy Modi: PM મોદીના ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’ નારા પર ભડકી કોંગ્રેસ, કહ્યું – વિદેશ નીતિનું ઉલ્લંઘન કર્યું