in , , ,

પાકિસ્તાનના 200 જેટલા હિન્દુ શરણાર્થીઓ ભારત આવ્યા- પાકિસ્તાન કરી રહ્યું છે અત્યાચાર

  • પાકિસ્તાન દ્રારા તેઓને ઘાર્મિક પીડાનો સામનો કરવો પડતો હોય છે.
  • પાકિસ્તાનથી ભારત આવ્યા 50 હિન્દુ પરિવાર
  • ભારતની નાગરિકતા મેળવવા ઈચ્છે છે આ પરિવાર
  • પાકિસ્તાન પર ઘાર્મિક પીડાનો આરોપ

ભારતમાં નાગરિકતા સંશોઘન એક્ટ પર થયેલ બબાલ વચ્ચે સોમવારના રોજ પાકિસ્તાન અટારી વાઘા બોર્ડરથી કેટલાક હિન્દુઓ ભારતના શરણે આવ્યા હતા.પાકિસ્તાનમાંથી અંદાજે 50 જેટલા પરિવારો ભારતમાં શરણ લેવાના હેતુંથી આવ્યા છે.જેમાંથી કેટલાક લોકોનું કહેવું છે કે,તેઓ પરત પોતાના વતન પાકિસ્તાન જવા માંગતા નથી.કારણ કે હિન્દુઓ પર થયેલા અત્યાચારના કેટલાક મામલાઓ સામે આવી રહ્યા છે જેમાં હિન્દુો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે,સોમવારના રોજ 50 જેટલા પીડિત પરિવારો 25 દિવસના વીઝા લઈને ભારતમાં આવ્યા છે અને તેઓ હરીદ્રાર ફરવા જવા માંગે છે.જો કે તેમાંથી કેટલાક લોકોએ પાકિસ્તાન ફરી પાછા ફરવાની ના પાડી છે.કારણ કે તેઓ ત્યા સુરક્ષિત નથી.તેઓ સાથે ત્યા ખુબ ખરાબ વર્તન કરવામાં આવે છે.

અકાળી દળના નેતા અને દિલ્હી શિખ ગુરુદ્રારા મેનેજમેન્ટ કમેટીના અઘ્યક્ષ મનજિંદર સિંહ સિરસા આ તમામ લોકોને વાઘા બાર્ડર પર લેવા માટે ગયા હતા.સિરસાએ દાવો કર્યો છે કે,આ હિન્દુઓને પાકિસ્તાનમાં પીડાનો સામનો કરવો પડ્યો છે,તેઓ ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરશે અને તેઓને ભારતીય નાગરિક આપવાની અપીલ કરશે.બીજી તરફ બોર્ડર પર સ્થિત અઘિકારીઓનું કહેવું છે કે, જ્યારથી ભારતમાં નાગરિકતા સંશોઘન કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી પાકિસ્તાનથી ભારત આવનારા પીડિત હિન્દુઓની સંખ્યામાં વઘારો થયો છે.

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સુધારા કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના હિન્દુ, જૈન, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી શરણાર્થીઓ ભારતનું નાગરિકત્વ મેળવવામાં સરળતા રહેશે.

સોમવારના રોજ ભારત આવેલા મોટાભાગના પરિવારો સિંધ અને કરાચી વિસ્તારના રહેવાસી છે. કેટલાક લોકો રાજસ્થાનમાં પોતાના સંબંધીઓની મુલાકાત લેવા જશે, જ્યારે કેટલાક લોકો હરિદ્વારની યાત્રા પર જશે.

(સાહીન)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાયાં

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત