in ,

ગુજરાતમાં એક વર્ષમાં 2307 બાળકો થયાં ગુમ

અમદાવાદઃ ગુજરાતમાં બાળકો ગુમ થવાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં 2307 જેટલા બાળકો ગુમ થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી 1804 બાળકો મળી આવ્યાં છે. ગુમ થયેલા બાળકો પૈકી 90 ટકા પ્રેમ પ્રકરણમાં ગુમ થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો ગૃહરાજ્ય મંત્રીએ કર્યો છે.

ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ લગભગ 2 લાખ કરોડનું બજેટ રજૂ કરશે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં રાજ્યમાં બાળકો ગુમ થવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના લેખિત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાંથી એક વર્ષમાં કુલ 2,307 બાળકો ગુમ થયા છે. અમદાવાદ શહેરમાંથી 431, રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો એક વર્ષના સમયગાળામાં ગુમ થયા છે. રાજ્યમાંથી કુલ ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા છે. બાળકોના ગુમ થવાના બનાવોને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તપાસ કરીને તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના બાળકોની સંખ્યા વધુ છે અને આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે. ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી કરી હતી કે, આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે એનું કંઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહ નીભાવશે પરંપરાઃ જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ

અસલામત ગુજરાતઃ અમદાવાદ અને ગાંધીનગરમાં બળાત્કારના કેસોમાં વધારો