1. Home
  2. ગુજરાતી
  3. શાહરુખ-ગૌરીના લગ્નની 28મી વર્ષગાઠઃ- કિંગખાને પોતાનો ગૌરીખાન સાથેનો ફૉટો શૅર કર્યો
શાહરુખ-ગૌરીના લગ્નની 28મી વર્ષગાઠઃ- કિંગખાને પોતાનો ગૌરીખાન સાથેનો ફૉટો શૅર કર્યો

શાહરુખ-ગૌરીના લગ્નની 28મી વર્ષગાઠઃ- કિંગખાને પોતાનો ગૌરીખાન સાથેનો ફૉટો શૅર કર્યો

0

બોલિવૂડ બાદશાહ અને પત્ની ગૌરી ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂજ વાયરલ થઈ રહ્યો છે,આ ફોટો શાહરુખ ખાને તેમના લગ્નની 28મી વર્ષગાઠે સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે જેની ચાહકોએ ખુબજ તારીફ કરી છે.

જી હા, આજે બૉલિવૂડ કિંગખાનના લગ્નની 28મી વર્ષગાઠ છે,આ ફોટો શૅર કરતા શાહરુખ ખાને લખ્યું છે કે, “એવું લાગે છે કે આ કાલની જ વાત છે,લગભગ ત્રણ દશક પુરા થનાર છે અને 3 સુંદર બાળકો પણ છે,મે જેટલી પણ પરીઓની વાર્તાઓ સંભળાવી છે તે સિવાય,હું વિશ્વાસ કરુ છું કે મને પણ એટલીજ સુંદર પરી મળી છે,જેટલી સુંદર તે હોય શકે છે”.

શાહરુખ અને ગૌરીની ફસ્ટ મુલાકાત દિલ્હીમાં થઈ હતી,જાણવા મળતી માહિતી મુજબ શાહરુખ ખાને 9 વર્ષ સુઘી ગૌરીનો પીછો કર્યો હતો અને પછી તેમને પ્રેમમાં સફળતા મળી હતી, છેવટે ગૌરીએ પણ શાહરુખને પોતાનું દિલ આપી દીઘુ,અને પોતાની વલ સ્ટોરીને તેમણે  25 ક્ટોબર 1991ના રોજ સાત વચનોમાં બાંઘી હંમેશા માટે એક બીજાના થઈ ગયા.

શાહરુખ અને ગૌરીની જોડી બાલિવૂડમાંની એક ફેમસ જોડી છે,તેમની લવસ્ટોરી શાહરુખના કૉલેજના દિસવોથી શરુ થઈ હતી,શાહરુખ ખાન ગૌરીને લાઈક કરતા હતા જેને કારણે ઘણા વર્ષ સુઘી તેઓ સાયકલ પર ગૌરીનો પીછો કરતા હતા,એટલે એમ પણ કહી શકીએ કે શાહરુખખાને પોતાની લવ સ્ટારીને મેરેજ સુઘી પહોંચાડવા ખુબ ચક્કરો લગાવ્યા છે.

ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં લોકો કિંગખાનને કહે છે કે તેઓ તેમની પત્નીથી ખૂબ ડરે છે,પરંતુ કિંગખાન પોતે જ કહે છે કે તે ગૌરી સામે કોઈપણ પ્રકારનું જૂઠ બોલી શકતા નથી,તેમના સફળ લગ્નજીવન રુપે તેમને ત્રણ બાળકો છે,1997મા પુત્ર આર્યનનો જન્મ થયો ત્યાર બાદ 2000મા પુત્રી સુહાના અને 2013મા  અબરામનો જન્મ થયો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.