in ,

મુંબઈ-પૂણેમાં ભારે વરસાદને પગલે દિવાલ પડવાની 3 ઘટનામાં 22થી વધારેના મોત

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર થઈ છે. તેમજ પૂનામાં પણ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. દરમિયાન મુંબઈ અને પૂનામાં દિવાલ ધરાશાયી થવાની 3 ઘટનામાં 22થી વધારે લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવોમાં મૃતકોની સખ્યામાં વધારો થવાની શકયતા છે. આ ઉપરાંત મુંબઈમાં ભારે વરસાદના કારણએ અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે જેથી સરકારી અને ખાનગી સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત મુંબઈ એરપોર્ટ ઉપર ફ્લાઈટ લપસી બનાની ઘટના પણ બની હતી. જો કે, સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

મુંબઈમાં સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ થયો છે. જેથી ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે મલાડ ઈસ્ટમાં પિમ્પરીપાડામાં મોડી રાતે દિવાલ પડી જવાના કારણે 13 લોકોના મોત થયા હતા. જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની સહાય જાહેર કરી છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં પણ એક દિવાલ ધરાશાયી થઈ જવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે પુણેમાં અંબેગામમાં આવેલી સિંધડ કોલેજની એક દિવાલ પડવાના કારણે 6 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ લપસી ગઈ હતી અને તેના કારણે મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુના કામ માટે ભેગી થઈ છે. પોલીસે જણાવ્યું કે, 13 લોકોને જોગેશ્વર અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સ્થાનીક લોકોએ તુરંત અમુક લોકોને બચાવી લીધા હતા. બીજી બાજુ હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ, આસામ, બંગાળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ લપસી જવાની ઘટના બાદ 54થી વધારે ફલાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે. આ ફ્લાઈટોને અમદાવાદ અને બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલીક ફ્લાઈટ કેન્સલ પણ કરવામાં આવી હતી. જેથી મુસાફરોને ભારે હાલાકીન સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલવ્યવહારને પણ ભારે અસર થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા

રાજકોટમાં સરકારી આવાસના ફોર્મ લેવા માટે લોકોમાં પડાપડીઃ કમિશનરે શાંતિ જાળવવા કરી અપીલ