in ,

અમદાવાદમાં હિટ એન્ડ રનઃ ડમ્પરની અડફેટે બાઈક ચાલક પિતા અને બે પુત્રોના મોત

અમદાવાદઃ શહેરના છેવાડે એસ.પી.રિંગરોડ પર વિનોબાભાવે નગર પાસે પૂરઝડપે પસાર થતા ડમ્પરે બાઈકને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક લેબર કોન્ટ્રાક્ટર અને તેના બે પુત્રોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અસલાલી પાસેથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એસ.પી.રિંગરોડ પર લેબર કોન્ટ્રાક્ટર સુરેન્દ્રસિંઘ બે બાળકોને લઈને બાઈક પર વિનોબાભાવે નગર પાસેથી પસાર થતા હતા. દરમિયાન પૂરઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા તેની ઉપર સવાર પિતા અને બે પુત્ર નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા અને બે પુત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને અસલાલી નજીકને તેને ઝડપી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં પિતા અને બે સંતાનોના મોત થતા લેબર કોન્ટ્રાક્ટરનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ શહેરમાં શહેરના માર્ગો ઉપર બેફામ રીતે ડમ્પર ચાલકો વાહન ચલાવતા હોવાથી અકસ્માત સર્જાય છે. જેથી આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાંધી પરિવારની નવી પેઢીએ યોગ કર્યા નથી, માટે તેમની રાજનીતિ બગડી ગઈ: બાબા રામદેવ

અમદાવાદમાં આરટીઓની કામગીરી સામે સ્કૂલવાન ચાલકોની હડતાળ