in ,

ગુજરાતમાં 38 જળાશયો છલકાયાં : 204 ડેમમાં 67 ટકા પાણીનો સંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 204 જળાશયો 67 ટકા સુધી ભરાયા છે. 38 જેટલા જળાશયો છલકાયાં છે. સરકાર દ્વારા નર્મદાના પાણીથી રાજ્યના જળાશયો ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવા માટે પાણી મળી રહેશે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર આંકડાઓમાં જણાવાયા અનુસાર 204 જળાશયો પૈકી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. 70 થી 100ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે. જયારે 50 થી 70 ટકા ભરાયેલા જળાશયોની સંખ્યા 22 છે અને 25 થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયો 13097.63 MCFT એટલે કે 19.29 ટકા ભરાયા છે. મધ્ય ગુજરાતના 17 જળાશયો 70645.89 MCFT એટલે કે, 85.22 ટકા ભરાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જથ્થો 13 જળાશયોમાં 2.42 લાખ MCFT જે 79.50 ટકા છે.  જ્યારે કચ્છના 20 જળાશયોમાં 4725.85 MCFT 40.22 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 42626.97 MCFT 47.57 ટકા જળસંગ્રહ થયો છે.

ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના મોટ ભાગના જળાશયોમાં નવા નીરની આવક થતા રાજ્યમાં ઉભા થયેલા જળ સંકટ દૂર થવાની શકયતા છે.  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 131 મીટરથી વધારે ભરાતા સરકાર દ્વારા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવરનું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દેશભરમાં હર્ષોલ્લાસભેર બકરી ઇદની ઉજવણી, જુઓ તસવીરો

અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈની આજે 100મી જન્મજંયતી