in ,

ગુજરાતમાં 42 જળાશયો છલકાયાઃ નર્મદા ડેમ 88 ટકા ભરાયો

  • રાજ્યના 53 ડેમ 70 ટકાથી વધુ ભરાયા
  • 24 ડેમ 50 ટકાથી વધારે ભરાયા છે
  • નર્મદા ડેમમાં 2.18 લાખ ક્યુસેક પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં ચાલે વર્ષે સારો વરસાદ વરસતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. રાજકોટનો આજી સહિતના ડેમ છલકાયા છે જ્યારે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. રાજ્યના 42 જેટલા જળાશયો ભરાયા હતા. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અત્યાર સુધીમાં 88 ટકા ભરાયો છે. તેમજ હજુ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે.

રાજ્યના 42 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 70 ટકાથી વધુ ભરાયેલા ડેમોની સંખ્યાં 53 છે, તેમજ 24 જેટલા ડેમો 50 ટકાથી વધુ ભરાઈ ગયા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 87.82 ટકા જેટલો ડેમ ભરાઇ ચૂક્યો છે. જેમાં 2 લાખ 18 હજાર 431 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ઉકાઈ ડેમમાં 1 લાખ 9 હજાર 375 ક્યુસેક પાણીની આવક સાથે 87.55% ડેમ ભરાયો છે.

રાજ્યમાં વરસાદને કારણે કુલ 2 સ્ટેટ હાઇવે બંધ છે. જેમાં એક સુરત અને બે રાજકોટના છે. આ બે રસ્તાઓ સિવાય પાણી ઉતરતા બધા શરૂ થઈ ગયા છે, અન્ય માર્ગોમાં છોટા ઉદેપુરના 8 અને નર્મદા જિલ્લાના 5 એમ કુલ 15 આંતરિક રસ્તાઓ હાલ બંધ છે જે પાણી ઓસરતા 2 દિવસમાં શરૂ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અંબાજી જતા સંઘને પંચમહાલમાં નડ્યો અકસ્માતઃ 3 શ્રદ્ધાળુઓના મોત

નવી મુંબઈ ONGC પ્લાન્ટમાં ભીષણ આગઃ5ના મોત,8 લોકો ઘાયલ