1. Home
  2. revoinews
  3. GST કાઉન્સિલની 42મી બેઠક-  જૂન 2022 થી આગળ વધારાશે કમ્પેનસેશન સેસ
GST કાઉન્સિલની 42મી બેઠક-  જૂન 2022 થી આગળ વધારાશે કમ્પેનસેશન સેસ

GST કાઉન્સિલની 42મી બેઠક-  જૂન 2022 થી આગળ વધારાશે કમ્પેનસેશન સેસ

0
  • GST કાઉન્સિલની 42મી બેઠક
  • વળતર ઉપકર જુન 2022થી આગળ વધારવામાં આવશે

સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી જીએસટી કાઉન્સિલની બેઠક તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રેદેશોના નાણામંત્રીઓની હાજરીમાં  યોજવામાં આવી હતી,  આ બેઠક જીએસટના વળતરની તંગીને પહોંચી વળવાના કેન્દ્રના પ્રસ્તાવ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે રાજ્યોને ઉધાર આપવા  આપવા માટે 97 હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ  વિંડોનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ દસ રાજ્યોની માગંણી એવી છે કે તેમની જગ્યાએ કેન્દ્રએ પોતે ઉધાર લેવા જોઈએ અને રાજ્યોને પૈસા પૂરા પાડવા જોઈએ.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સકાઉન્સિલની 42 મી બેઠક આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં વળતર ઉપકર અંગેનો ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યોના નુકસાનની ભરપાઇ કરવા માટે, તે નક્કી કરવામાં આવ્યું હતું કે લક્ઝરી અને અન્ય ઘણી વસ્તુઓ પર વળતર સેસ જૂન 2022 થી વધારવામાં આવશે.

જો કે, આ પહેલા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જીએસટી લાગુ થયા પછીના ફક્ત પાંચ વર્ષ માટે આ વળતર સેસ વસુલ કરવામાં આવશે. ત્યારે હવે આ સેસનો  વિસ્તાર વર્ષ 2024 સુધી વિસ્તૃત કરવામાં આવશે અને સમય સમય પર તેની સમીક્ષા પણ કરવામાં આવશે.

ઉલ્લેખની છે  કે વર્તમાન વર્ષ દરમિયાન  રાજ્યોને જીએસટીથી થતી આવકમાં રૂ. 2.35 લાખ કરોડનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારની ગણતરી મુજબ તેમાં 97 હજાર કરોડ રૂપિયાના ઘટાડા માટે જીએસટીનો અમલીકરણ જવાબદાર છે, જ્યારે બાકીના બીજા 1.38 લાખ કરોડ રૂપિયાની તંગી કોવિડ -19 મહામારીના કારણ સર્જાઈ છે.

સાહીન-

 

 

LEAVE YOUR COMMENT