in , , ,

કચ્છના હરામી નાળા પાસેથી 5 બિનવારસી પાકિસ્તાની બોટ મળી, આતંકીઓની ઘૂસણખોરીની આશંકા

  • કચ્છ બોર્ડર પરથી આતંકી ઘૂસણખોરીની આશંકા
  • હરામીનાળા પાસેથી 5 બિનવારસી બોટ્સ ઝડપાઈ
  • બીએસએફ દ્વારા તપાસ હાથ ધરાઈ

ગુજરાતના હરામી નાળા બોર્ડર પાસેથી બીએસએફે પાંચ બિનવારસી પાકિસ્તાની બોટ્સ જપ્ત કરી છે. માછીમારી કરવા માટે બનાવવામાં આવેલી બોટ્સને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ક્યાંક આનો ઉપયોગ પાકિસ્તાનથી આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરી માટે તો કરવામાં આવ્યો નથી ને. બીએસએફએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ બોટ્સની જપ્તી બીએસએફની પેટ્રોલિંગ ટીમે કચ્છના સમુદ્રમાંથી કરી છે. આ વિસ્તારની આ પહેલી ઘટના નથી. પાંચમી ઓક્ટોબરે પણ કચ્છના જ સરક્રીક વિસ્તારમાં બે બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી હતી. જો કે આ બોટ્સમાં માછીમારી કરવાના સામાન સિવાય અન્ય કોઈ વસ્તુ જપ્ત થઈ ન હતી. પરંતુ આ મામલામાં હજીપણ બીએસએફની તપાસ ચાલી રહી છે. આ તાજેતરના મામલાને લઈને પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પહેલા મે મામસમાં પણ બીએસએફે એક બોટને જપ્ત કરી હતી. જ્યારે તેના પર સવાર લોકો ફરાર થવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં જપ્ત કરવામાં આવેલી બોટ્સની જપ્તી શુક્રવારે રાત્રે 10.45 કલાકે કરવામાં આવી હતી. આ વાત બીએસએફની પ્રેસ નોટમાં કહેવામાં આવી છે. પાંચેય બોટ્સ સિંગલ એન્જિનવાળી છે.

ગુજરાત સિવાય કાશ્મીરમાં પણ જેહાદીઓના લોન્ચ પેડ્સવાળા વિસ્તારની નજીક રબર બોટ્સ જપ્ત કરવામાં આવી હતી. હાલના સમયે ગુરેજ સેક્ટર અને કિશનગંગા નદીના વિસ્તારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મેહુલ ચોક્સીને લઇને વધુ એક મોટો ખુલાસો, પંજાબ એન્ડ સિંધ બેંકને 44.1 કરોડનો ચુનો લગાડ્યો

પીએમ નરેન્દ્ર મોદીનો અવાજ બનેલી આ મહિલા આઈએફએસ અધિકારી કોણ છે?જાણો તેમના વિશે