1. Home
  2. ગુજરાતી
  3. ભારત તરફથી પાકિસ્તાનને નિકાસ કરવામાં આવતી ચ્હામાં 50 ટકાનો ઘટાડો-વેપારીઓને પેમેન્ટ બાબતે આશંકાઓ
ભારત તરફથી પાકિસ્તાનને  નિકાસ કરવામાં આવતી ચ્હામાં 50 ટકાનો ઘટાડો-વેપારીઓને પેમેન્ટ બાબતે આશંકાઓ

ભારત તરફથી પાકિસ્તાનને નિકાસ કરવામાં આવતી ચ્હામાં 50 ટકાનો ઘટાડો-વેપારીઓને પેમેન્ટ બાબતે આશંકાઓ

0
  • ફેબ્રુઆરી મહિના પછી બન્ને દેશ વચ્ચેનો માહોલ તણાવપૂર્ણ
  • જાન્યુઆરીથી અત્યાર સુઘી ચ્હાનો નિકાસ 50 ટકા ઘટ્યો
  • વેપારીઓને પેમેન્ટને લઈને શંકા
  • પુલવામા હુમલા પછી પાકિસ્તાની વેપારીઓની સ્થિતિ બદલાય
  • પેમેન્ટની બાબતે આશંકો
  • ભારતે અનેક કારણો સર ચ્હાનો નિકાસ ઘટાડ્યો

પુલવામાં થયેલ હુમલો,બાલાકોટમાં ભારતીય વાયૂ સેનાની સ્ટ્રાઈક અને કાશ્મીર સાથે જોડાયેલ કલમ 370ને સરહીન કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંઘો તણાવપૂર્ણ બન્યા છે, છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી પાકિસ્તાનને ચ્હા મોકલવામાં આવીતી હતી,જો કે હવે ભારત તરફથી ચ્હાની પત્તીઓના નિકાસમાં 50 ટકાનો  ઘટાડો થયો છે.

જાન્યુઆરીથી ઓગસ્ટ 2019 દરમિયાન, ભારતથી પાકિસ્તાને કરવામાં આવતો ચ્હાનો નિકાસ 31.4 લાખ કિલોગ્રામ થયો જેની આશરે કિંમત લગભગ 34 કરોડ રૂપિયા થાય છે.જ્યારે પાછલા વર્ષે આ જ સમયગાળા દરમિયાન  ભારતથી પાકિસ્તાન મોકલનારી ચ્હાનો નિકાસ 61.7 લાખ કિલો ગ્રામ જેની કિમંત 90.2 લાખ થાય છે.

જેની સરખામણીમાં 2018નાપહેલા 10 મહિનામાં, પાકિસ્તાનથી ભારતમાં ચ્હાની નિકાસ 22 ટકા વધીને 13 કરોડ કિલો ગ્રામ થયો હતો . બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ પાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો ચ્હાને આયાત કરનારો દેશ રહ્યો છે. પાકિસ્તાન દર વર્ષ અંદાજે 56 કરોડ ડોલરની કિમંતની  ચ્હાની આયાત કરે છે,.

ટી બોર્ડના આંકડા મુજબ જાન્યુઆરીથી ઓગસ્ટ 2019 સુધી ભારતથી પાકિસ્તાનને ચ્હાનો નિકાસ 31.4 લાખ કિલો ગ્રામ થયો હતો, નિકાસકારોનું કહેવું છે કે પાકિસ્તાનને ચ્હાના નિકાસમાં ઘટાડોનું મુખ્ય કારણ એ છે કે,બન્ને દેશો વચ્ચે તણાવપૂર્મ મોહાલ છે જેના કારણે વેપારીવર્ગ લોકોનીભાવનાના વિરુદ્ધ જઈને વેપાર કરવા માટે અંચકાઈ રહ્યા છે,જ્યારે બીજા વેપારીઓમાં પેમ્નેટ મેળવવાની બાબતને લઈને આશંકા બની છે,જેના કારણે વેપારી વર્ગ પાકિસ્તાનમાં ચ્હા મોકલવાનું પ્રમાણ ઘટાડી રહ્યા છે.

ભારતના ચ્હાનો વેપાર કરતા વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે તો પાકિસ્તાન ચ્હાના વેપારનું પેમેન્ટ કરવામાં ગડબડ કરતા નહોતા પરંતુ પુલવામાં થયેલા હુમલા પછી પરિસ્થિતિ બદલાય છે,જેનાકારણે વેપારીઓ માલ મોકલતા પહેલા પેમેન્ટ બાબતે ચિંતાતૂર બને છે કે તેઓ પેમેન્ટ કરશે કે નહી,માટે ચ્હાના નિકાસનું પ્રમાણ ઘટાડ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.