1. Home
  2. revoinews
  3. ઈમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન મામલે અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સ કસ્ટડીમાં
ઈમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન મામલે અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સ કસ્ટડીમાં

ઈમિગ્રેશન નિયમોના ઉલ્લંઘન મામલે અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સ કસ્ટડીમાં

0

અમેરિકામાં કથિતપણે ઈમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનના આરોપમાં લગભગ 600 ભારતીય સ્ટૂડન્ટ્સની અટકાયત કરવામાં આવી છે. અમેરિકન તેલુગૂ એસોસિયેશન પ્રમાણે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ભારતીયોને કસ્ટડીમાં લેવામાં આવ્ય છે. એટીએ દ્વારા એક ફેસબુક પોસ્ટ પર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોમલેન્ડ સિક્યોરિટી ડિપોર્ટમેન્ટ, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સે દેશભરમાં વિદેશી સ્ટૂડન્ટ્સ પર એક્શન દરમિયાન મોટી સંખ્યામાં તેલુગૂ સ્ટૂડન્ટ્સની ધરપકડ કરી છે.

એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની એજન્સીઓની કાર્યવાહી એવા વિદેશી સ્ટૂડન્ટ્સને નિશાન બનાવવાની છે કે જેઓ મંજૂરી વગર જ દેશમાં વસવાટ કરી રહ્યા હતા. તો હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી સ્ટૂડન્ટ્સને ટાર્ગેટ કરવા માટે ફર્મિંગ્ટન હિલ્સ-મિશિગનનમાં એક નકલી યુનિવર્સિટી સ્થાપિત કરી હતી. ડેટ્રોયટમાં બુધવારે આરોપોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમેરિકન તેલુગૂ એસોસિએશને કહ્યુ છે કે 2015થી યુનિવર્સિટી એક ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીના અંડરકવર ઓપરેશનનો હિસ્સો હતી. તેને ઈમિગ્રેશન ફ્રોડમાં સામેલ સ્ટૂડન્ટ્સ અને તેને ભરતી કરનારાઓની ઓળખ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી. આરોપો મુજબ, સ્ટૂડન્ટ્સની ભરતી કરનારા આઠ લોકો પર ઓછામાં ઓછા 600 વિદેશી નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરવાની સાજિશમાં સામેલ હોવાનો આરોપ લગાવાયો છે.

એસોસિએસનનું કહેવું છે કે પ્રભાવિત સ્ટૂડન્ટ્સ અને તેમના મિત્રો દ્વારા અમેરિકન તેલુગૂ એસોસિએશનને આના સંદર્ભે મામલાની જાણકારી મળી છે. બાદમાં એટીએને ગાઈડન્સ અને મદદ માટેના ફોન આવી રહ્યા છે. એટીએના પદાધિકારીઓની ટીમે ઘણાં શહેરોમાં પોતાના તરફથી ઉપાયની તલાશ કરવાનું શરૂ કર્યું છે.

30 જાન્યુઆરી-2019ની સવારે એટીએની લીગલ ટીમ અને સ્થાનિક એટીએની ટીમોએ ઘણી યુનિવર્સિટીઓમાં જઈને ભારતીય સ્ટૂડન્ટ્સ યુનિયનોની મુલાકાત લીધી છે. આગળના એક્શન માટે તેઓ સ્ટૂડન્ટ્સ અને પ્રભાવિત પક્ષોને ગાઈડન્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

એટીએએ ઘણાં વકીલોનો સંપર્ક કર્યો છે અને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે 600 સ્ટૂડન્ટ્સ માટે એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. ફર્મિંગ્ટન યુનિવર્સિટી સાથે જોડાયેલા એકસો સ્ટૂડન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. આઠ એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટ્સને આઈસીઈ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

એટીએ ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલા સાથે અને એટલાન્ટામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના ડૉ. સ્વાતિ વિજય કુલકર્ણી સાથે મળીને તેમને મામલાની જાણકારી આપવામાં આવી છે.

જણાવવામાં આવે છે કે રાજદૂત અને કોન્સ્યૂલેટ જનરલ પ્રશાસનની સાથે મળીને કામ કરી રહ્યા છે. એટીએ દ્વારા 31 જાન્યુઆરીએ સાંજે સાત વાગ્યે આના સંદર્ભે એક સેમિનાર પણ યોજાઈ રહ્યો છે. તે વખતે જાણકારો તરફથી સ્ટૂડન્ટ્સને ગાઈડ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT