1. Home
  2. ગુજરાતી
  3. તાલિબાન-અમેરિકા વચ્ચે થયેલ સમજુતીમાં પાકિસ્તાનને ફાયદો- ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે
તાલિબાન-અમેરિકા વચ્ચે થયેલ સમજુતીમાં પાકિસ્તાનને ફાયદો- ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે

તાલિબાન-અમેરિકા વચ્ચે થયેલ સમજુતીમાં પાકિસ્તાનને ફાયદો- ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બની શકે છે

0

કતરની રાજધાની દોહામાં 29 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને અફઘાનિસ્તાનના આતંકીજુથ તાલિબાન વચ્ચે સમજોતા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે પ્રથમ વાર એવી ઘટના બની હતી કે જેમાં તાલિબાનની હાજરીમાં કોઈ ભારતીય અધિકારીએ ભાગ લીધો હોય,આ સમય દરમિયાન ભારતના રાજદૂતની પણ ત્યા ઉપસ્થિતિ રહ્યા હતા.જો કે,આ સમગ્ર બાબતે અફઘાનિસ્તાન તરફથી કોઈ પણ અધિકારી ઉપસ્થિત રહ્યું નહોતું, એક બાજુ તાલિબાન અને અમેરિકા વચ્ચે થયેલા કરારથી પાકિસ્તાન ચોક્કસ ખુશ હશે, તો બીજી તરફ ભારત માટે અનેક પડકાર ઊભા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે,આ સમજોતા હેઠળ અફઘાનિસ્તાનમાં છેલ્લા 18 વર્ષથી તૈનાત કરવામાં આવેલું અમેરીકાનું સૈનિકદળ નક્કી કરેલા સમયગાળા હેઠળ માત્ર 14 મહિનાની અંદોર અંદર પોતાના દેશ પરત ફરશે, પ્રથમ તબક્કામાં અમેરીકા આવનારા 135 દિવસની સમય મર્યાદામાં પાંચ સૈન્યના ઠેંકાણાઓ પરથી સૈનિકોને ખસાડશે,તે સાથે જ અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યામાં ઘટાડો થઈને આ સંખ્યા 8600 રહેશે.સામે બદલામાં તાલિબાન અમેરિકાને વિશ્વાસ અપાવશે કે, હવે પછી  અમેરિકા તથા તેમના સહયોગી વિરુદ્ધ ક્યારેય 9-11 જેવી ઘટનાને તેઓ દ્રારા અંજામ આપવામાં નહી આવે. 

અમેરિકી સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાન દેશમાં તાલિબાન તાકાતવર બની શકે છે,જ્યારે ભારતે હંમેશાથી પાકિસ્તાનના પ્રભાવમાં રહેલા તાલિબાન સાથે અંતર જાળવી રાખ્યું છે,તે સાથે જ ભારતના તાલિબાન સાથે અનેક ઘટનાત્મક બનાવો જોડાયેલા છે, જેમાં વર્ષ 1999માં તાલિબાને મસૂદ અજહર સહીતના ત્રણ આતંકવાદીઓને મૂક્ત કરાવવા માટે ઈન્ડિયન એરલાયન્સનું અપહરણ કર્યું હતું,તે સમયે દેશના તત્તકાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાયી સરકારે વિદેશમંત્રી જસવંત સિંહને સમજોતા માટે રવાના કર્યા હતા,વર્ષ 2018માં જ્યારે રસિયાના આયોજનમાં તાલિબાન પ્રતિનિધિ સાથે કોનેફોરન્સ યોજાય હતી ત્યારે ભારત દેશે માત્રને માત્ર નિવૃત્ત થયેલા અધિકારીઓને જ નિરિક્ષક તરીકે મોકલ્યા હતા.

તાલિબાન અને અમેરિકાના આ કરાર પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે,”અમે જોયું છે કે, અફઘાનિસ્તાનમાં સરકાર,લોકશાહી પક્ષ,સિવિલ સોસાયટી સહીતના રાજનીતિક સમુદાયએ  સમજોતાથી આવનારી શાંતિ અને સ્થિરતાની આશાઓ અને તકનું સ્વાગત કર્યું છે”,વિદેશ મંત્રાલયે આ નિવેદનમાં શાંતિ સમજોતા કરારનું સ્વાગત પણ નથી કર્યું કે સીધી રીતે તાલિબાનનો ઉલ્લેખ પણ નથી કર્યો છે.

રવીશ કુમારે પોતાની વાતને આગળ વઘારતા કહ્યું કે, “ભારતે હંમેશા અફઘાનિસ્તાનમાં શાંતિ,સુરક્ષા અને સ્થિરતા લાવવાના સમર્થનના પ્રયત્નો કર્યા છે,ભારત એ તમામ તકને આવકારે છે જેના દ્રારા,અફઘાનિસ્તાનમાં હિંસાનો અંત આવે,આતંકવાદ નાબૂદ થાય તથા અફઘાનિસ્તાનના નેતૃત્વમાં તેમના જ નિયંત્રણ વાળી પ્રક્રિયાના માધ્યમથી સ્થાયિ રાજનીતિક સમજોતો હોય.”

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાના પરત ફર્યા પછી ભારતની સૌથી મોટી ચિંતા સુરક્ષા અને અફધાનિસ્તાનમાં લોકશાહી રીતે પસંદ કરવામાં આવેલી સરકારની સ્થિરતાને લઈને છે.બીજી બાજુ અમેરિકા-તાલિબાનના સમજોતા પછી પાકિસ્તાનનો આ વિસ્તારોમાં પ્રભાવ વધી શકે છે,સમય જતા જેમ જેમ પાકિસ્તાનના પ્રભાવ વાળી તાલિબાનની તાકાતમાં વધારો થશે,તેમ તેમ અફઘાનિસ્તાનની સુરક્ષા પર મોટો ખતરો મંડળાશે તે વાત ચોક્કસ માનવી રહી.

કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ પણ આ આ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી છે,તે સાથે જ કહ્યું કે, “ભારતે પોતાની સુરક્ષા અને ફાયદાઓને નજર અંદાજ નહી કરવા જોઈએ કારણ કે,તાલિબાન આતંકી મસૂદ અજહરના સમર્થનમાં છે,તમણે કહ્યું કે મને આશા છે કે,પ્રધાનમંત્રીએ ભારતના હિત માટે તમામ ચર્ચાઓ કરી હશે,ભારત સરકારે પોતાની સુરક્ષા અને હીત પર ધ્યાન આપવું પડશે જેથી તાલિબાન ફરીથી ભારતને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે નુકશાન ન પહોંચાડી શકે”

જો આ શાંતિ સમજોતા બાદ તાલિબાન ફરીથી તાકાતવર બને તો અફઘાનિસ્તાન ફરી એકવાર આતંકવાદીઓનું મધ્ય સ્થાન બની જશે,તે સાથે જ પાકિસ્તાન ભારતના દુશ્મન તાલિબાન પર પોતાનો પ્રભાવનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં પોતાનાના નાપાક ઈરાદાને અંજામ આપવામાં કરી શકે છે.  

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને થોડા સમય પહેલા પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે,તેમની જમીન પર અમારા 20 થી 30 હજાર આતંકવાદીઓ ઉપસ્થિત છે,એટલે કે આતંકીઓ જો ભવિષ્યમાં ભારતના વિરુદ્ધ કોઈ પણ પ્રોક્સી યુદ્ધમાં તાલિબાનની આગેવાની ઘરાવતા અફઘાનિસ્તાનમાં શરળ લઈ શકે છે,અને જો આવું થાય તો,પાકિસ્તાનની આર્મી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબુત બનાવી લેશે, તે સાથે જ ભારતનો અફઘાનિસ્તાન પરથી પ્રભાવ ઓછો થઈ જશે,જેના કારણે નિષ્ણાંતોને અવો ભય સતાવી રહ્યો છે કે,અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી પરત જતી રહેશે તો અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં ચોક્કસ પગ પેસારો કરી લેશે,જે ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બનશે.

અમેરીકા-તાલિબાન વચ્ચે જે આ કરાર કરવામાં આવ્યો છે તેમાં અફઘાનિસ્તાનની સરકારને સંપુર્ણરીતે સાઈડમાં જ રાખવામાં આવી છે જેના કારણે ભારત એકલુ પડ્યું એમ પણ કહી શકાય, કારણ કે ભારતે હંમેશા અફઘાનિસ્તાનની સરકાર અને નીતિમાં શાંતિ ફેલાયેલી રહે તેની પ્રક્રિયામાં જ સમર્થન આપ્યું છે.અને તેમાં પાકિસ્તાનને બાકાત જ રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ધણા લાંબા સમયથી તાલિબાન જેવા આતંકી સંગઠનને સંરક્ષણ પ્રદાન કરે છે,જેના કારણે તાલિબાન પર  તેમનો સારો એવો પ્રભવ જોઈ શકાય છે,તાલિબાન પોતાના પ્રભાવનો ઉપયોગ પાકિસ્તાન અમેરિકાને કાશ્મીરને મુદ્દા પર બ્લેકમેઈલ કરવા પણ કરી શકે છે.

આમ તો, તાલિબાન-યુએસ વચ્ચેના આ કરારમાં તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે વાટાઘાટોની સ્થિતિ પણ ઠીક થઈ ગઈ છે. જો કે, આ અંગે તમામ શંકાઓ બાકી છે.અફધાનિસ્તાને પસંદ કરેલી સરકારને હંમેશાથી તાલિબાન નકારતુ આવ્યું છે,અને જો તે છત્તાં તાલિબાન અફધાનની સરકાર સાથે વાતાઘાટામાં ઉતરે છે તો તેમાં પણ શંકા છે કેમ કે,તાલિબાન પોતે અમીરાતી કરાર આપે છે અને સમજોતા વખતે પણ સીરીયા કાયદાનો હવાલો આપતું રહે છે તેવી પરિસ્થિતિમાં સરકાર સાથે વાટાઘાટા બાદ પણ તે વર્તમાન સમયના સંવિધાન અને લોકશાહીનું પાલન કરે તે પણ  શંકાસ્પદ છે. હાલ અફધાનની અશરફ ગની સરકાર પોતે મુશ્કેલીમાં છે,ભારત તથા યૂરોપીય સંઘએ તેમને સતત બીજીવાર સરકાર બનાવવા પર સ્વાગત કરી આવકાર્યા છે,જ્યારે અમેરિકાએ નોટ કર્યું અને પાકિસ્તાને તો  સરકારની નોંધ લેવાની તસ્દી નથી લીધી,પાકિસ્તાન કાબુલમાં તાલિબાનને જ અફઘાનની મધ્ય તાકાત બનાવી રાખવાના સમગ્ર પ્રયત્ન કરશે.

ભારતે  અફઘાનિસ્તાનમાં રચનાત્મક કાર્યોના માધ્યમ વડે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે,અફઘાનિસ્તાનના રસ્તાઓ,હોસ્પિટલો અને સ્કુલના નિર્માણમાં ભારતે 3 અરબ ડોલરથી પણ વધુ રોકાણ કર્યું છે.એટલે એમ કહી શકાય કે ભારતે આર્થિક રીતે પણ ઘણું બધુ અફઘાનિસ્તાનમાં દાવ પર લગાવ્યું છે,તો તાલિબાન સક્રીય થતા ભારતના તમામ પ્રયત્નો પર પાણી ફરી વળશે,ઉપરાંત પાકિસ્તાનને તાલિબાનનું પીઠબળ મળશે તે અલગ.અને તાલિબાનના માધ્યમથી પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાને પણ પુરા કરી શકે છે.

અફઘાનિસ્તાનની હાલની ઉત્પન્ન થયેલી પરિસ્થિતી જોતા કેટલાક લોકો ભારતની તાલિબાન સાથે વાર્તા શરુ કરવા વાતો કરી રહ્યા છે.જો કે સરકારમાં તેનું સમર્થન કરનારા ખુબ નહીવત લોકો છે,નિષ્ણાંતોનું આ બાબતે કહેવું છે કે,સરકાર તાલિબાન સાથે હવે કેટલી પણ સમજુતી કરશે પરંતુ પાકિસ્તાનની સરખામણીમાં ભારતની સ્વિકૃતી ખુબ ઓછી જ જોવા મળશે,ત્યારે હવે આવનારા સમય માટે અમેરીકા અને તાલિબાનના આ સમજુતી કરાર ભારત માટે કોઈ મુશ્કેલી ન ઊભી કરી શકે તેનું સરકારે ખાસ ઘ્યાન રાખવાનું રહેશે.જો કે હાલની મોદી સરકાર સુરક્ષાને લઈને તત્તપર રહે છે,બનતા તમામ પ્રયત્નો મોદી સરકાર દ્રારા કરવામાં આવી રહ્યા છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.