in , , , , , , , , , , , , , , , , ,

ગુજરાતમાં લોકડાઉનની અસર, રસ્તા પર લોકોની ભીડ

અમદાવાદ: કોરોનાવાયરસના દેશમાં વધારે ન ફેલાય તે માટે મોદી સરકારે 21 દિવસનું લોકડાઉન કર્યુ છે અને કેટલીક સુવિધાઓને બંધ કરવામાં આવી છે. લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વારા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવતા મોટી સંખ્યામાં લોકો પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

સરકાર દ્વારા એસટી તથા રેલ્વે બંધ કરી દેવામાં આવતા લોકો પગપાળા થઈને પોતાના ગામ તરફ આગળ વધી રહ્યા છે. આ ભીડ જોઈને લાગે છે કે જાણે કોઈ મંદિરનો સંઘ જતો હોય. મહત્વનું છે કે જે લોકો આગળ વધી રહ્યા છે તેમાં સૌથી વધારે લોકો શ્રમિકો છે જે લોકો શહેરમાં રોજના ભથ્થા પર કામ કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

આ ભીડમાં લોકો સાથે પોતાનો ઘરનો સામાન પણ જોવા મળ્યો છે અને સાથે તેમનો પરિવાર પણ જોવા મળ્યો છે.. આ તમામ લોકો જે રીતે પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે તે રસ્તો પણ આસાન નથી. કારણે છે કે છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડવાનું શરુ થયુ છે અને દિવસમાં બપોરનો સમય કાઢવો વધારે કપરો બની શકે છે.

લોકો પોતાના વતન રાજસ્થાન, મહારાષ્ટ્ર, દાહોદ જવા માટે પગપાળાનો આશરો લીધો છે અને રસ્તા પરની અનેક તક્લીફો સહન કરવા પણ તૈયાર થયા છે.

જે શ્રમિકો પોતાના ગામ અથવા વતન તરફ જઈ રહ્યા છે તે લોકોનું માનવુ છે કે અમદાવાદ 21 દિવસ માટે બંધ છે, અમદાવાદમાં રોજનું ભથ્થુ તો મળશે નહી અને મળશે તો પણ ખાવા પીવાનું કેવી રીતે ચલાવીશુ..? આવી તમામ વાતોને સમજીને અને પોતાની સલામતી વિચારીને લોકો આગળ વધી રહ્યા છે.

(VINAYAK)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

COVID-19 લોકડાઉન: ભારતીય રેલવેનો ઐતિહાસિક નિર્ણય, તમામ પ્રવાસી ટ્રેનો 14 એપ્રિલ સુધી રદ

તો આ રીતે કામ કરી રહી છે પોલીસ, તમને પણ થશે ગર્વ