in , ,

રાજકોટ આવતી ખાનગી બસને અજમેર નજીક નડ્યો અકસ્માતઃ 8ના મોત

  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • દૂર્ઘટનામાં 20થી વધારે લોકો થયા ઘાયલ
  • રોંગ સાઈડમાં જતુ ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું
  • ખાનગી બસ અજમેરથી રાજકોટ જતી હતી

અજમેરઃ રાજસ્થાનના અજમેરમાં ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધારે લોકોને ઈજા થઈ હતી. જે પૈકી 12ની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. જયપુરથી ખાનગી બસ ગુજરાતના રાજકોટ જતી હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના જયપુરથી મુલાફરો લઈને ખાનગી બસ રાજકોટ જતી હતી. ખાનગી બસ અજમેર જિલ્લાના માંગલિયાવાસ પોલીસ સ્ટેસન વિસ્તારમાંથી વહેલી સવારે પસાર થતી હતી. અજમેર-બ્યાવર વચ્ચે નેશનલ હાઈવે પર લામાના વિસ્તારમાં રોંગ સાઇડમાં આવી રહેલું ટ્રેલર બસ સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની મરણચીસોથી વાતવરણ ગમગીન થઈ ગયું હતું.

આ દૂર્ઘટનામાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 30થી વધારે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં વધુ 3ના મોત થતા મૃત્યુઆંક 8 ઉપર પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોમાં 12ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કવાયત આરંભી હતી. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ટ્રેલર અજમેર તરફ જતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ

નડિયાદમાં દારૂની મહેફિલ ઉપર પોલીસના દરોડાઃ 7 યુવતીઓ સહિત 15ની ધરપકડ