in ,

ગુજરાતમાં બે વાઈબ્રન્ટ સમિટ મારફતે 8 લાખ યુવાનોને મળી રોજગારી

અમદાવાદઃ ગુજરાતમાં દર બે વર્ષે સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ કંપનીઓ મારફતે રાજ્યમાં મૂડી રોકાણ માટે કરોડોના એમઓયુ કરવામાં આવે છે. ત્યારે બે વાઈબ્રન્ટ સમિટ મારફતે 72 લાખ રોજગારીની સામે 8 લાખ યુવાનોને રોજગારી મળી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભામાં સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વાઈબ્રન્ટ સમિટ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, 2015માં 29.14 લાખ રોજગારીના અંદાજ સામે 5.04 લાખ રોજગારી અપાઇ છે, જ્યારે 2017માં 42.97 લાખ રોજગારીના અંદાજ સામે 3.08 લાખ રોજગારી અપાઇ છે.

આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટમાં થયેલા MOU પૈકી કાર્યરત પ્રોજેક્ટના આંકડા વિશે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2003થી 2019 સુધી થયેલા MOU પૈકી બેચરાજીમાં 17, અમદાવાદના માંડલમાં 36 પ્રોજેક્ટ કાર્યરત છે, જ્યારે સરકારે મારૂતિ સુઝુકીને 85.30 કરોડની સહાય અપાઇ છે. તો બીજી બાજુ બેચરાજીમાં 34 અને માંડલમાં 27 પ્રોજેક્ટ ડ્રોપ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પાકિસ્તાને ભારતીય શીખો માટે ખોલ્યું 500 વર્ષ જૂનું ગુરુદ્વારા

બેન્કિંગ ફ્રોડના મામલામાં સીબીઆઈએ એકસાથે 50 સ્થાનો પર પાડયા દરોડા