in ,

ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાયું : 80 હજાર ગુણીની થઈ આવક, ભાવમાં થશે ઘટાડો

  • 4-5 દિવસ ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય
  • એક મણના 1000થી 1600 સુધીનો મળે છે ભાવ
  • ખેડૂતો દૂર-દૂરથી વેચાણ કરવા આવે છે ગોંડલ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યાં છે ત્યારે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સતત આવક થઈ રહી છે. યાર્ડમાં એક જ દીવસમાં 80 હજાર ગુણીની આવક થતા યાર્ડ ઉભરાયું હતું. તેમજ ડુંગળીની ગુણીઓ ક્યાં મુકવાની તેની સમસ્યા સર્જાઈ હતી. સતત આવકને પગલે ચાર-પાંચ દિવસ ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી ડુંગળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. ડુંગળીના સારા ભાવ મળતા જ ખેડૂતો પોતાની ડુંગળીનો પાક વેંચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા. ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની 80 હજાર ગુણીઓથી ઉભરાઇ ગયુ હતુ, જેને પગલે યાર્ડ સત્તાધીશોએ આગામી ચારથી પાંચ દિવસ સુધી ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. હવે ખેડૂતો દ્વારા ચાર-પાંચ દિવસ બાદ ડુંગળીની નવી આવક માર્કેટ યાર્ડમાં ઉતારવામાં આવશે.

ડુંગળીના મણે રૂ. 1000થી 1600 સુધીના ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ગત રાતથી જ ડુંગળી આવક શરૂ થઇ હતી. ૮૦ હજાર ગુણીથી માર્કેટ યાર્ડ ઉભરાઇ ગયું હતું. ખેડૂતો ડુંગળીઓની સેંકડો ગુણીઓ ટ્રક-ટેમ્પા સહિતના વાહનોમાં લઇ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા, જેને પગલે યાર્ડમાં અને બહાર ખેડૂતોના ડુંગળી ભરેલા વાહનોની લાંબી લાઇનો લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા ત્રીજો ફિલ્મ મહોત્સવ 21-23 ફેબ્રુઆરી 2020 દરમિયાન યોજાશે

Ayodhya fallout: Jamiat sacks Dhavan but AIMPLB, three others retain