લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય […]

ભારતીય કુટનીતિની જીતઃ ઈરાનમાં જપ્ત જહાજના 17 ભારતીયો પૈકી એક મહિલા સ્વદેશ પરત ફરી

બેંગ્લોરઃ ઈરાનના કબ્જાવાળા ઈઝરાયલી અરબપતિના જહાજમાં સવાર 17 ભારતીયોમાં સામેલ કેરળની એન ટેસા જોસેફ સુરક્ષિત ભારત પરત આવી છે. કેરળના ત્રિશૂરમાં રહેનારી એન ટેસા કોચીન હવાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એન ટેસા જોસેફ પરત ભારત ફરવી તે ભારત સરકારની કુટનીતિની જીતના રૂપમાં જોવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]

જીડીપી રેન્કિંગમાં 2024માં ભારત 5મા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈએ વૈશ્વિક જીડીપી રેન્કિંગમાં દેશને 2014 માં 10મા સ્થાનેથી 2024 માં 5મા સ્થાને લઈ ગયો છે.” ભારત સ્વચ્છ અને વધુ ઉર્જા કાર્યક્ષમ હોય તેવી નીતિઓ અને રોકાણોને અનુસરવાની જરૂરિયાત પ્રત્યે […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન […]

અમદાવાદના જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવક વધતાં ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો,

અમદાવાદ:  ઉનાળાની સીઝનમાં શાકભાજી, ફળફલાદી અને ફુલોની આવકમાં ઘટાડો થતો હયો છે. પરંતુ રામનવમીના પર્વને લીધે ફુલોની માગ કરતા વધુ આવક થતાં ફુલોના ભાવમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. અસહ્ય ગરમીને લીધે ફુલોને વધુ સમય રાખી શકાતા નથી. અને વેપારીઓએ ખેડુતો પાસેથી જે માલ ખરીદ્યો હોય તેનું તે દિવસે વેચાણ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code