1. Home
  2. ગુજરાતી
  3. ભારતની વિરાંગનાઓ-10:ઈન્દિરા ગાંઘીનો ‘ગુંગી ગુડિયા’થી લઈને ‘આયર્ન લેડી’ સુઘીનો સફર
ભારતની વિરાંગનાઓ-10:ઈન્દિરા ગાંઘીનો ‘ગુંગી ગુડિયા’થી લઈને ‘આયર્ન લેડી’ સુઘીનો સફર

ભારતની વિરાંગનાઓ-10:ઈન્દિરા ગાંઘીનો ‘ગુંગી ગુડિયા’થી લઈને ‘આયર્ન લેડી’ સુઘીનો સફર

0

સાહિન મુલતાની.

ઈન્દિરા ગાંઘી એટલે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુના પુત્રી,બાળપણથી પ્રિયદર્શની નામથી ઓળખાતા,પિતાના નેતૃત્વ હેઠળ રહ્યા હોવાથી તેમના રગેરગમાં રાજકારણ સમાયેલું હતું પરિવાર હંમેશાથી દેશ સેવામાં વિશ્વાસ રાખતું, તે દેશસેવા ઈન્દિરામાં પણ જોવા મળી.

ઈન્દિરા ગાંધીએ બાળપણથી જ પોતાના પરિવારને રાજનીતિક ગતિવિધિઓથી ધેરાયેલુ જોયુ હતું તેથી તેમના વ્યક્તિત્વ પર પણ રાજનીતિનો તીવ્ર પ્રભાવ હતો.પિતા નેહરુ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને નેતા.ગાંધીજીના અસહયોગ આંદોલનમાં આ સેનાનુ મુખ્ય યોગદાન હતું.

ઈતિહાસમાં તેમના પછી કોઈ મહિલા શાસન પર આવી જ નથી,વર્ષ 1970મા કોંગ્રેસના પ્રમુખ બારોહે તેમના માટે એક સુત્ર આપ્યું હતું- “ઈન્દિરા એટલે ઈન્ડિયા અને ઈન્ડિયા એટલે ઈન્દિરા” ,ખરેખર આ સુત્ર તેમણે સાચું સાબિત કરી બતાવ્યું, અનેક લોકોએ તેમને દુર્ગાનું આપ્યું.

પારસી યૂવક ફિરોજ ગાંઘી સાથે લગ્ન કર્યા,તેમની રાજનીતિક કારકીર્દી હવેથી શરુ થાય છે,ગુંગી ગુડીયાથી લઈને શ્રેષ્ઠ નેતા સુધીનો તેમનો રાજનીતિક સફર હતો.ભારત દેશનો વિકાસ તે સમયમાં ખૂબ ઘીમી ગતિએ હતો ત્યારે ઈન્દિરા ગાંઘીએ વિકાસને નવો વેગ આપ્યો અને તેઓ એક મહાન મહાસત્તા તરીકે ઊભરી આવ્યા.

ઈન્દીરા ગાંઘીનું ગૂઢ વ્યક્તિત્વ હતું જેને કોઈ સમજી ન શક્યું પરંતુ અનેક સત્તાઘારી પુરુષો વચ્ચે રહીને પણ તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી,જેના કારણે લોકો આજે પણ તેમને યાદ કરે છે,વર્ષ 1969-77 સુધીમાં તો તેઓ ઈતિહાસના બે વ્યક્તિત્વ નાદિર-જેનીથની જેમ બન્યા,1969માં તેમણે જુની કોગ્રેસને છોડી પોતાની ન્યૂ કોગ્રેસ સ્થાપી,વર્ષ 1971મા તેમણે મોહમ્મદ અલી ઝિણાની ‘બે-રાષ્ટ્રીયની થીયેરી’ને નકારીને પાકિસ્તાનને હરાવ્યું,1974મા તેમણે ભારતને પરમાણું શક્તિ બનાવીને તેઓ એક મહત્તમ ઊંચાઈએ પોતાની જાતને સ્થાપિત કરી.

તેમનો કપરો સમય ત્યારે આવ્યો જ્યારે વર્ષ 1975મા  તેમણે સત્તા જાળવી રાખવા માટે આંતરિક કટોકટી લગાવી. બે વર્ષના ઓછા સમયગાળામાં તે સત્તામાંથી બહાર થઈ ગયા.1980મા તેઓ સત્તામાં પરત ફરે છે ત્યારે તે ઇન્દિરા ગાંધી  હવે પહેલા જેવા ગુંગી ગુડીયા નહોતા.તેમણે નેહરુ-ગાંધી રાજવંશ બનાવવાનો પ્રયાસ કર્યો,વર્ષ 1984મા તેના જ શીખ સંરક્ષક દ્વારા તેમની હત્યા થઈ, સમગ્ર જીવન દરમિયાન તેમણે પોતાના વ્યક્તિત્વના અનેક રંગો બતાવ્યા.નાનપણના દિવસોમાં જેને  પ્રેમથી ઈન્દુ કહેવામાં આવતા જે ખૂબ જ શરમાળ અને અંતર્મુખી હતા.તે સમયે તે કોઈ સિદ્ધાંતચિત્ર નહોતા.પરંતુ સમય સાથે અને સમય જતા તે સંપૂર્ણ બદલાયા.

ઈન્દિરા ગાંઘી પ્રસારણ પ્રધાન મંત્રી તો હતા જ, પરંતુ લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્મય અવસાન થતા કોગ્રેસના લોકોએ તેમને અનુગામી તરીકે જોતા તેમણે પદ સંભાળવા આગળ આવવું પડ્યું.

તેમનું પ્રથમ તબક્કાનું વ્યક્તિત્વ ખુબજ શરમાળ અને સેહમું-સેહમું હતું,જેના કારણે ડો,રામ મનોહર લોહિયાએ ઈન્દિરા ગાંઘીને તેમના શાંત સ્વભાવના કારણે ‘ગુંગી ગુડિયા’ નામ આપ્યું હતું,પરંતુ પછીના તબક્કામાં તેઓ વિપક્ષને વળતો પ્રહાર આપતા ખડતલ મહિલા નેતા તરીકે ઊભરી આવ્યા ,તેમના કાર્યને લઈને તેઓ “આયર્ન લેડી” અને ‘કેબિનેટના એકમાત્ર પુરુષ’ તરીકે ઓળખાયો.

ભારતીય રાજકારણ અને અર્થતંત્રમાં તેમની કેટલીક સિદ્ધિઓ અને યોગદાન

તેમના નોંઘપાત્ર નિર્ણયોમાં રજવાડાઓના પૂર્વ સાશકો માટે પ્રીવી પર્સ નાબૂદ કરી, વર્ષ 1966મા ભારતની 14 મોટી બેંકોનું અને તેલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેમણે ગ્રીન અને વ્હાઇટ રિવોલ્યુશનને પણ પુષ્ટિ આપી, જેનાથી ભારતને ખોરાક અને દૂધના ઉત્પાદનમાં વધુને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ મળી,વર્ષ 1974મા ભારતના પરમાણુ યુગના પ્રથમ ભૂગર્ભ વિસ્ફોટ જોહેર કર્યો.

વિશ્વના ઇતિહાસમાં આ ઘોષણાએ ઈન્દિરાને અમર બનાવી અને તેઓએ વ્યાખ્યાત્મક અને ઉત્સાહપૂર્ણ સિધ્ધિ મેળવી.આ સમયે ભારત વિશ્વના મંચ પર એકલો વરુ હતો,પાકિસ્તાનને વિભાજીત કરીને બાંગ્લાદેશ રચવાનો તેમનો નિર્ણય હતો.રશિયન સમર્થનને બાદ કરતાં લગભગ સંપૂર્ણ રીતે અલગ થઈને તેમણે ભારતને પાકિસ્તાન પર વિજય અપાવ્યો,વર્ષ 1965ના વિજયથી વિપરીત, 1971નું પાકિસ્તાન સામેનું ભારતનું યુદ્ધ નિર્ણાયક હતું.

પાકિસ્તાને પોતાનો જ એક ભાગ ગણાતો પશ્વિમ પાકિસ્તાન પર કબ્જો મેળવવા માટે ત્યાના હિન્દોઓ પર અત્યાચાર કર્યો,જેના કારણે 1 કરોડ જેટલા હિન્દુઓ ભારત પાસે આશરો લેવા આવે છે,આ સમય ઈન્દિરા માટે પરિક્ષાનો કઠીન સમય હતો.

ઈન્દીરા ગાંઘીના નેતૃત્વમાં જ 93 હજાર પાકિસ્તાની આર્મીઓ હાર માનતા ભારતને શરણે સમર્પણ કરે છે અને ત્યારે એક નવો બાંગલાદેશ જન્મ લે છે,ઈન્દિરા ગાંઘીના શાતિર દિમાગને  કારણે પાકિસ્તાનની સામે ભારતની જીતથી તેમની રાજકીય નેતા તરીકેની લોકપ્રિયતામાં વધારો થાય છે.

પરંતુ નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા, વધતો જતો  ભ્રષ્ટાચાર અને તણાવપૂર્ણ સામાજિક-રાજકીય ઇકોસિસ્ટમ તેમના માટે એક મોટો પડકાર હતો.તેઓ વધતા જતા ફુગાવાને કાબૂમાં રાખી શક્યા નહી, અને 1970ના દાયકાના મધ્ય ભાગમાં ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં તેમના શાસન વિરુધ ભારે આંદોલનો થયા જેનો ઈન્દિરા ગાંધીએ ખરાબ રીતે સામનો કરવો પડ્યો હતો.

ત્યાર બાદ અલ્હાબાદ હાઇકોર્ટે કરેલા પ્રતિકૂળ ચુકાદામાં તેમને તેમની છેલ્લી ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રથાઓ અપનાવવા માટે જવાબદાર ગણાવ્યા.વિપક્ષ દ્વારા તેમના રાજીનામાની હાકલ કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો,ત્યાર બાદ તેમણે તેમની રાજકીય કારકીર્દિનું પહેલું ખોટું પગલું ભર્યું, રાજીનામું આપવાને બદલે તેમણે દેશ પર “કટોકટી” લગાવી દીઘી. ત્યાર બાદ સમગ્ર વિપક્ષને જેલના સળીયા ગણાવ્યા અને જ્યારે તેમણે 1977મા કટોકટી હટાવી ત્યારે તે જ વિપક્ષે એકતાપૂર્વક સાથે મળીને તેમને માર્ચ 1977મા સત્તામાંથી ખસેડી નાખ્યા.

પરંતુ તે ફાઇટર વુમન હતા. ટૂંક સમયમાં 1980મા સત્તા પર પાછા ફર્યો. આ તેમની છેલ્લી જીત સાબિત થઈ. સંત જર્નાઇલ સિંગ ભિંદ્રનવાલેના નેતૃત્વ હેઠળના શીખના અમુક અસામાજીક તત્વોએ ઈન્દિરા ગાંઘી સામે બદલો લેવાની ભાવનાથી પંજાબમાં રાજકીય હરીફ અકાલી પાર્ટીની રચના કરી જે પાર્ટી મજબુત બની અને ઈન્દિરા ગાંઘી સામે ટકી.

વર્ષ 1981મા ખાલિસ્તાનની માંગ કરતા શીખ આતંકવાદીઓના એક જુથે સુવર્ણ મંદિરને ઘેર્યું, ઈન્દિરા ગાંધીએ તે સમયે આતંકવાદીઓનો ખાતમો કરવા ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યું, ઓપરેશનમાં આતંકવાદીઓને મંદિરમાંથી બહાર કાઢવાનો ઈરાદો હતો,જેના માટે ભારતીય સૈનિકોને મોકલવામાં આવ્યા અને મંદિરને ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું,આ લડતમાં મોટી સંખ્યામાં નિર્દોષ શીખો મોતને ભેટ્યા જેને લઈને અનેક શીખ લોકોમાં રોષ ભરાયો,તે સમયે આર્મીઓમાં ફરજ બજાવતા શીખોએ રાજીનામા આપ્યા અને તેમણએ પ્રાપ્ત કરેલા અનેક પુરસ્કારોનો પણ ત્યાગ કર્યો,અને તેમણે ઈન્દીરા ગાંઘી સામે લડત ચલાવી તેમની અત્યાર સુધીની સમગ્ર રાજકીય પ્રતિભાને નુકશાન પહોચાડી તેમની ઈમેજ ખરાબ કરી અને તેમની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું,

31 ઓક્ટોબર 1984મા તેમના એક અંગરક્ષકે 31 ગોળીઓ તેમના શરીરમાં ઉતારી શરીરને ચારણીની જેમ છાંણી નાખી હત્યા તેમની કરી,રાજકીય કારકીર્દિ સાથે-સાથે તેમના જીવનનો અંત થયો,1991મા તમિળ આતંકવાદી દ્વારા તેમના વારસદાર પુત્ર રાજીવ ગાંધીની પણ હત્યા કરવામાં આવી હતી.પરંતુ તેમનો વંશવેલો સુરક્ષિત રહ્યો,તેમની પુત્રવધુ સોનિયા ગાંઘી,અને પરપૌત્રી પ્રિયંકા ગાંઘી અને પરપૌત્ર રાહુલ ગાંઘી આજે પણ સત્તા મેળવવા માટે ઝઝુમી રહ્યા છે,જો કે સોનિયા ગાંઘી તેમની સાસુના પેંગળામાં પગ નાખવાની તાકાત હજુ સુઘી બવાની શક્યા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.