1. Home
  2. ગુજરાતી
  3. 9 વર્ષની ઉમંરે એન્જિનિયરની ડિગ્રી મેળવશે અને પછી કરશે પીએચડી- વાંચો આ જીનિયસ વિશે
9 વર્ષની ઉમંરે એન્જિનિયરની ડિગ્રી મેળવશે અને પછી કરશે પીએચડી- વાંચો આ જીનિયસ  વિશે

9 વર્ષની ઉમંરે એન્જિનિયરની ડિગ્રી મેળવશે અને પછી કરશે પીએચડી- વાંચો આ જીનિયસ વિશે

0
  • 9 વર્ષનો બાળક મેળવશે અન્જિનિયરની ડિગ્રી
  • બેલ્ઝિયમનો લૉરેંટ નામના આ બાળકની બુદ્ધી ક્ષમતા વખાણવા લાયક
  • શિક્ષકોને પણ વિશ્વાસ નહોતો તેની કાબિલીયત પર
  • આટલી નાની વયે એન્જિનિયર પછી કરશે પીએડી

તમને સાંભળતા પણ નવાઈ લાગશે કે બેલ્ઝિયમમાં એક 9 વર્ષનો બાળક આટલી નાની ઉમરે એન્જિનિયરની ડિગ્રી મેળવવા જઈ રહ્યો છે,હા ,આ વાત બિલકુલ સાચી છે,આ ડિગ્રી મેળવવા માટે તેણે પુરેપુરી તૈયારી કરી લીધી છે,તો ચાલો જાણઈએ આ ટેલેન્ટેડ બાળક વિશે,અને ભવિષ્યમાં તેનું શું પ્લાનિંગ છે.

બેલ્ઝિયમમાં રહેનારા આ બાળકનું નામ છે Laurent Simons,જેની ઉમરના બાળકો હજું રમતા હોય છે,શરારત કરતા હોય છે,મજાક મસ્તી કરાતા હોય છે, ત્યારે તેની સામે આ લૉરેંટ નામનો બાળક એન્જિનિયર બનવાની તૈયારીમાં વ્યસ્ત છે,આ બાળક હાલમાં આઈન્ડહોવન યૂનિવર્સિટી ઓફ  ટેક્નોલૉજીમાં એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે,આટલી ઉમરે આ અભ્યાસ કરવો ખરેખર બિરદાવા લાયક વાત છે, લૉરેંટ ડિસેમ્બરમાં આ અભ્યાસ સંપૂર્ણ પુરો કરીને એન્જિનિયરમાં ડિગ્રી મેળવશે.

લૉરેંટ એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા પછી પીએચડી કરવાનું વિચાર કરી રહ્યો છે,જ્યારે તેના પિતાજીએ જણાવ્યું કે, તે મડિકલની ડિગ્રી મેળવવા પણ ઈચ્છે છે.લૉરેંટના માતા-પિતાએ જણાવ્યું કે જ્યારે તેમના બાળકનો જન્મ થયો હતો ત્યારે તેના દાદા-દાદીએ એમ કહ્યું હતું કે  ભગવાન તરફથી તે એક ખાસ ગીફ્ટ છે,જ્યારે તેને શાળામાં દાખલ કરાયો અને શિક્ષકો તેના વખાણ પર વખાણ કરવા લાગ્યા ત્યારે અમને પણ લાગ્યું કે ખરેખર લૉરેંટમાં કંઈક તો ખાસ છે,જેના કારણે તે સામાન્ય બાળક કરતા અલગ તરી આવે છે,તેનામાં ઘણી વિશષતાઓ છે.તે

આ ઉપરાંત તેના તમામ શિક્ષકો ખુબ જ હેરાન હતા તેની બુદ્ધી ક્ષમતાનો પરિચય મળવીને ,આટલી નાની ઉમરનો બાળક આટલો હોશિયાર કઈ રીતે હોય શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.