1. Home
  2. Regional
  3. અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પરિણીતાની પજવણી કરતો રોમીયો ઝબ્બે
અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પરિણીતાની પજવણી કરતો રોમીયો ઝબ્બે

અમદાવાદમાં સોશિયલ મીડિયામાં પરિણીતાની પજવણી કરતો રોમીયો ઝબ્બે

0

અમદાવાદઃ ગુજરાતમાં સોશિયલ મીડિયાના મારફતે યુવતીઓને પરેશાન કરવાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં 51 વર્ષીય પરિણીતાને એક શખ્સ અજાણ્યા નંબરથી મેસેજ કરીને પજવણી કરતો હતો. જેથી મહિલાએ ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે તપાસ આરંભીને યુવાનને ઝડપી લીધો હતો. યુવાનને સોશિયલ મીડિયાના એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર મળતા તે પરેશાન કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ, કોલ, ફોટા અને વીડિયો કોલ આવતા હતાં. તેનો જવાબ પરિણીતા ન આપે ત્યારે તે મેસેજ કરીને તેની સાથે વાત કરવાનું કહેતો હતો. અજાણ્યા નંબર પરથી મેસેજ, કોલને કારણે પરિણીતા હેરાન થઇ ગઇ હતી. આખરે તેણે કંટાળીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમે મહિલાની ફરિયાદના આધારે તપાસ આરંભી હતી. પોલીસની તપાસમાં ઘણા તથ્યો સામે આવ્યા હતા. આ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના રાજકુમાર નામના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીને સોશિયલ મીડિયામાં એક ગ્રુપમાંથી પરિણીતાનો નંબર લઇને તેને હેરાન કરતો હતો.

LEAVE YOUR COMMENT