1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પુલવામાં એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પુલવામાં એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પુલવામાં એક આતંકી ઠાર

0
  • જમ્મુ-કાશ્મીરના પુલવામાં એક આતંકી ઠાર
  • ગઈકાલથી ચાલી રહ્યું હચું એન્કાઉન્ટર
  • આતંકી સંતાયા હોવાની માહિતી મળતા સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું

 જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના બનતી રહેતી હોય છે ત્યારે ગઈકાલે ગુરુવારના રોજ સુરક્ષાદળોને આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી હતી જેને લઈને જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

ત્યારે અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલા ચેવા ઉલ્લારમાં ગુરુવારે સાંજથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જેમાં આજરોજ એક આતંકી ઠાર મરાયો છે, ત્યારે આ પહેલા પણ ગુરુવારની સવારે બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં પણ 2 આતંકીનો ખાતમો કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે,છેલ્લા એક મહિનાની અંદર સુરક્ષાદળોએ 15 જેટલા એન્કાઉન્ટર કર્યા છે જેમાં અત્યાર સુધી કુલ 44 આતંકીઓનો ખાતમો કરી સાહસભર્યું કાર્ય પાર પાડ્યું છે.

આ સાથે જ ગુરુવારના રોજ મેંઢર પોલીસ દ્રારા દબ્બી પાસેના જંગલોમાંથી અનેક પ્રકારના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા,આ પેકેટ પરથી એ જાણવા મળ્યું છે કે આ તમામ પેકેટ પાકિસ્તાનના લાહોરની એક દુકાનમાંથી મોકલવામાં આવ્યા છે, કારણ કે દરેક પેકેટ પર લાહોરનું સરનામું લખવામાં આવ્યું છે,ત્યારે હવે આ માર્ગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તો સાથે હવે આ આતંકીઓને કોણ મદદ કરી રહ્યું છે,તેની તપાસ પણ કરવામાં આવી રહી છે, બડગામના નરબલ વિસ્તારમાં બુધવારના રોજ આર્મી અને પોલીસે કાર્યવાહી હાથ ધરીને લશ્કર-એ-તૈયબાને મદદ કરતા અવા 5 લોકોની અટકાયત કરી હતી, આ પકડાયેલા 5 લોકો પાસેથી મોચા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા જેમાં AK-47 રાઈફલ, 28 રાઉન્ડ ગોળીઓ અને લશ્કર-એ-તૈયબાના 20 જેટલા પોસ્ટરો પણ બરામત કરવામાં આવ્યા હતા.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.