1. Home
  2. ગુજરાતી
  3. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કુલ 324 ભારતીયોને વુહાનથી દિલ્હી લાવવામાં આવ્યા
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કુલ 324 ભારતીયોને વુહાનથી દિલ્હી લાવવામાં આવ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કુલ 324 ભારતીયોને વુહાનથી દિલ્હી લાવવામાં આવ્યા

0

ભારતનો પાડોશી દેશ ચીન હાલ જીવલેણ કોરોના વાયરસની ઝપેટમાં છે,ત્યારે ચીનના વુહાન સ્થિત ભારતના લોકોને પોતાના વતન પરત લાવવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.એર ઈન્ડિયાના ડબલ ડેકર જમ્બો ડેકર વિમાન ભારત માટે રવાના થયુ હતું જે શનિવારની સવારે દિલ્હી આવી પહોંચ્યું છે.આ વિમાનમાં 423 ભારતીય યાત્રીઓને હેમખેમ દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.

ગઈકાલે શુક્રવારની રાત્રીએ વુહાનથી એર ઈન્ડિયાની ફ્લાઈટએ ઉડાન ભરી છે,આ સાથે જ આ વિમાનમાં 5 ડોક્ટર્સની ટીમ પણ ઉપસ્થિત રહી હતી,તે સાથે જ પેરા મેડિકલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

વુહાનથી પરત લાવવામાં આવતા ભારતના લોકો માટે જરૂરીયાત મુજબની દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલુ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સિવાય એન્જિનિયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ વિમાનમાં હાજર રહી હતી . આ ભારીયોથી ભરેલું એર ઈન્ડિયાનું વિમાન શનિવારની સવારમાં ભારતમાં લેન્ડ કરી ચૂક્યું છે.

ત્યારે તાજેતરમાં ચીન ગંભીર સ્થિતિમાં મુકાયું છે.ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા દિવસેને દિવસે વઘતી જાય છે જે વઘીને 259નો આંકડો પાર કરી ચૂકી છે.આ સાથે જ કુલ 11,791 લોકોને ઈન્ફેક્શન થવાના સમાચાર સામે આવ્યા છે.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે શનિવારના રોજ આ અંગે જાણકારી આપી હતી કે , 31 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી સ્વાસ્થય આયોગે 31 શહેરોમાં 11,791 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાની માહિતી આપી છે. જેમાં 1,795 લોકોની હાલત ગંભીર છે. 17,988થી વધારે લોકો શંકાસ્પદ નોંધવામાં આવ્યા છે. છેલ્લા એક દિવસમાં કોરોના વાઈરસના 2,100 નવા કેસ સામે આવવાના સમાચાર મળી રહ્યા છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.