in , , , , , ,

આમિર ખાનના સ્ટાફના સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

  • આમિરનો સ્ટાફ કોરોના પોઝિટિવ
  • ફેમિલી મેમ્બરનો રિપોર્ટ નેગેટિવ
  • એક્ટરે ટ્વિટર પર લેટર શેર કરી આપી માહિતી
  • માતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો બાકી
  • ફેન્સને પ્રાથના કરવા જણાવ્યું

બોલિવૂડ એક્ટર આમિર ખાને તેના સ્ટાફ મેમ્બરની કોરોના પોઝિટિવ હોવા અંગે માહિતી આપી છે. એકટરે ટ્વિટર પર લેટર શેર કર્યો છે. તેણે કહ્યું કે તેના ઘરના અન્ય લોકોએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ હોવાનું સામે આવ્યું છે.

આમિરે લખ્યું- હું દરેકને કહેવા માંગુ છું કે મારા સ્ટાફના કેટલાક લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેને તાત્કાલીક કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. બીએમસી અધિકારીઓએ ઝડપી ગતિ બતાવતા તેમને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. હું બીએમસીનો આભાર માનું છું. તેઓ મારા સ્ટાફની સારી રીતે સારસંભાળ લઈ રહ્યા છે. આ સાથે સમગ્ર સોસાયટીને સેનીટાઇઝ અને ડીસફેકટ્સ કરવામાં આવી રહ્યો છે.

અમારા બધાનો કોરોના ટેસ્ટ પણ થયો અને અમે નેગેટિવ જણાયા હતા. હવે હું મારી માતાનો કોરોના ટેસ્ટ કરાવીશ. તે છેલ્લી વ્યક્તિ છે જેનો કોરોના ટેસ્ટ કરાવવાનો બાકી છે. પ્લીઝ પ્રાર્થના કરો કે મારી માતાની કોરોના ટેસ્ટ નેગેટિવ આવે.

આમિર ખાને પણ કોકિલાબેન હોસ્પિટલના ડોકટરો, નર્સો અને સ્ટાફનો આભાર માન્યો છે. તેમણે લખ્યું , તેઓ તમામ ટેસ્ટની પ્રક્રિયા ખૂબ વ્યવસાયિક અને કાળજીથી કરી રહ્યા છે. આમિર ખાને પણ દરેકને સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

આમિર ખાનના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢા છે. આમાં તેની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. લાલ સિંહ ચઢા આ વર્ષે નાતાલ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ પર સસ્પેન્સ જળવાઈ રહ્યું છે.

(Devanshi)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ ચીનની પ્રતિક્રિયા આવી સામે, ચીને કહ્યું…

સુશાંત સિંહને ન્યાય અપાવવાની ઝુંબેશ, આ સંસ્થાએ કરી જાહેરાત