1. Home
  2. ગુજરાતી
  3. ચાઈનીઝ એપનો સૂર્યાસ્ત થતા જ ભારતીયોની પ્રતિભાનો થયો સૂર્યોદય
ચાઈનીઝ એપનો સૂર્યાસ્ત થતા જ ભારતીયોની પ્રતિભાનો થયો સૂર્યોદય

ચાઈનીઝ એપનો સૂર્યાસ્ત થતા જ ભારતીયોની પ્રતિભાનો થયો સૂર્યોદય

0
  • કચ્છના ગામડામાં રહેતા એક યુવાનની પ્રતિભા
  • આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા બનાવી એપ્લિકેશન
  • “YO INDIA” નામની બનાવી એપ્લિકેશન

અમદાવાદ: ભારત સરકાર દ્વારા ચીનને પાઠ ભણાવવા માટે 59 જેટલી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને કહી શકાય કે તે સમય ચાઈનીઝ એપનો સૂર્યાસ્ત થયો.. આવા સમયમાં સારી વાત એ છે કે સરકારના આ નિર્ણય બાદ ભારતીયોની પ્રતિભા ખૂબ સરસ રીતે સામે આવી રહી છે.

આવા જ પ્રતિભાશાળી વ્યક્તિઓમાંથી એક છે કચ્છના નાના ગામડામાં રહેતો બહાદૂરસિંહ જાડેજા કે જેમણે ટિકટોક જેવી એપ્લિકેશન બનાવી છે અને જેનું નામ છે  “YO INDIA”.  

મહત્વનું છે કે આ યુવાને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરવા માટે આ એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશનને હાલ 30 હજારથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. આ એપ્લિકેશનને કચ્છના સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં લોન્ચ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.