1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાની ફી 1 કરોડથી વઘારીને 2.5 કરોડ કરી
એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાની ફી 1 કરોડથી વઘારીને 2.5 કરોડ કરી

એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાની ફી 1 કરોડથી વઘારીને 2.5 કરોડ કરી

0

બોલિવૂડમાં સતત એક પછી એક હિટ ફિલ્મો આપનાર આયુષ્માન ખુરાના આજે સુપર હિરો બન્યો છે. બરેલીકી બર્ફી,શુભ મંગલ સાવઘાન,અંઘાઘુન,બઘાઈ હો,આર્ટીકલ 15,ડ્રીમ ગર્લ અને બાલા, ફિલ્મ આપનાર આયુષ્માન ખુરાના આજે બોલિવુડના જ નહી,પરંતુ એન્ડોર્સમેન્ટ દુનિયાના પણ સ્ટાર સાબિત થયા છે, તે સાથે તેઓ એ આ વર્ષની શરુઆતમાં જ 5 એડોર્સમેન્ટ ડિલ કરી હતી જે વર્ષ 2019ના એન્ડ સુઘી 20 બ્રાન્ડને એન્ડોર્સ કરી રહ્યા છે.વર્ષની શરૂઆતમાં આયુષ્માન જયા બ્રાન્ડ્સના સમર્થન માટે 90 લાખથી 1 કરોડ રૂપિયા વસૂલતા હતા.તે જ સમયે, હવે તેઓ એ વાર્ષિક ફિ તેમની 2.5 કરોડ રૂપિયા કરી દીધી છે.આ રીતે, તેમની ફીમાં લગભગ 250 ટકાનો વધારો થયો છે.

આયુષ્યમાન પોતાની એક્ટિંગને લઈને લોકોના દિલમાં સ્થાન બનવાવવામાં સફળ થયા છે,તેઓ હવે સફળતા અને વિશ્વાસનિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે જે કોઈ પણ બ્રાંડ સાથે જોડાવવા માટે  એક મહત્વનું પાસું છે.તેનું કારણ એ પણ છે કે તેઓ સતત એક થી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે,લોકોની પસંદ બનીયા છે હંમેશા તો ચર્ચામાં રહેતો હયો છે.

આયુષ્માનની અલગ પ્રકારની ફિલ્મોની પસંદગી બ્રાન્ડ્સ માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તે નોન મેનસ્ટ્રીમ તરીકે ઓળખાય છે.અનેક બ્રાન્ડ્સ તેમને સાઇન કરી રહ્યાં છે, કારણ કે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 8.7 અને ટ્વિટર પર 5.5 મિલિયન ફોલોઅર્સ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.