1. Home
  2. Political
  3. સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરુદાસપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા
સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરુદાસપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા

સની દેઓલ ભાજપમાં જોડાયા, ગુરુદાસપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા

0

ફિલ્મ અભિનેતા સની દેઓલની રાજકારણમાં એન્ટ્રી થઈ ચુકી છે. દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં સની દેઓલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. ભાજપ મુખ્યમથકમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને તેમને પાર્ટીમાં સામેલ થવાની પહોંચ આપી અને બાદમાં ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ભાજપ સની દેઓલને ગુરુદાસપુરની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.

તાજેતરમાં સની દેઓલે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે અટકળ લગાવવામાં આવી રહી હતી કે સની દેઓ પણ કમળના નિશાન પર ચૂંટણી લડશે. દેઓલ પરિવારમાંથી હેમા માલિની પહેલા જ મથુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

2014માં પણ હેમા માલિનીએ મથુરાથી જીત નોંધવી હતી. સની દેઓલના પિતા ધર્મેન્દ્રએ પણ પત્ની હેમામાલિની માટે મથુરા પહોંચીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખુદ ધર્મેન્દ્ર પણ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈને સાંસદ રહી ચુક્યા છે. હવે દેઓલ પરિવારના ત્રીજા સદસ્ય સનીની પણ ભાજપમાં એન્ટ્રી થઈ ચુકી છે.

આ ચૂંટણીમાં પણ બોલીવુડના ઘણાં ચહેરાઓ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે મુંબઈથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, ભાજપે યુપીની રામપુર બેઠક પરથી જયાપ્રદાને અને મથુરાથી હેમામાલિનીને ટિકિટ આપી છે. હેમામાલિનીએ કહ્યું છે કે મે જે કામ કર્યું છે, જે મથુરામાં વિકાસ થયો છે, તે સૌની સામે છે. 2014માં હેમામાલિનીએ રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને ત્રણ લાખ વોટોથી હરાવ્યા હતા.

LEAVE YOUR COMMENT