1. Home
  2. ગુજરાતી
  3. સાસણ ગીરમાં સિંહદર્શન માટે 3 મહિનાનું ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ
સાસણ ગીરમાં સિંહદર્શન માટે 3 મહિનાનું ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ

સાસણ ગીરમાં સિંહદર્શન માટે 3 મહિનાનું ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ

0
  • દિવાળીના તહેવારમાં પ્રવાસીઓનો ધસારો વધશે
  • વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે કરાઈ તૈયારીઓ
  • અભ્યારણ્યમાં સિંહદર્શનની બુધવારથી થઈ શરૂઆત

અમદાવાદઃ એશિયન લાયનના ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોનું વેકેશન પૂર્ણ થતાની સાથે સિંહદર્શનની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 150 પરમીટ મારફત 900 પ્રવાસીઓએ અભ્યારણ્યમાં સાવજો નિહાળ્યાં હતા. તેમજ જંગલમાં પથરાયેલી વનરાજી જોઈને અભિભુત થઈ ગયા હતા. બીજી તરફ સિંહદર્શન માટે 3 મહિના સુધીનું ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.

સિંહના સંવનન કાળ અને વરસાદનાં કારણે ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો. સાવજોનું વેકેશન પૂર્ણ થતાની સાથે જ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સિંહદર્શન માટે ઉમટી રહ્યાં છે. ઓનલાઇન બુકીંગની વેબસાઇટમાં સુધારો કરી તેની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ સાથે 178 ગાઇડોને 5 દિવસનો વર્કશોપ યોજી ગીર જંગલની વન્ય સૃષ્ટિ અંગે તજજ્ઞો દ્વારા માહિતી આપી તૈયાર કરવામાં આવ્યાં છે. આ પરાંત સાસણ સિંહ સદન અને દેવળીયા પાર્કમાં સીંગલ યુઝ પીવાનાં પાણીની પ્લાસ્ટીકની બોટલને રીસાઇકલીંગ કરવા વન વિભાગ દ્વારા મશીન મુકવામાં આવ્યાં છે.

ગીર અભ્યારણ્યમાં સિંહદર્શનનો આરંભ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પરમિટનું બુકીંગ કરાવી રહ્યાં છે. લગભગ 3 મહિના સુધીનું ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકીંગ થયું હોવાનું જાણવા મળે છે. જેના કારણે આ વખતે અનેક પ્રવાસીઓને સિંહ દર્શનથી વંચિત રહેવુ પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.