નવી દિલ્હીઃ દેશમાં ચોમાસામાં ઓરપોર્ટ ઉપર ફ્લાઈટ સ્લીપ થવાની ઘટના અવાર-નવાર બને છે. બે દિવસ પહેલા જ મુંબઈમાં આવી ઘટના બની હતી. જેથી આવી ઘટનાઓને લઈને ડીજીસીએ દ્વારા એરલાઈન્સ ઓપરેટર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 30મી જૂનના રોજ સુરત અને મેંગ્લુરુ એરપોર્ટ ઉપર ફ્લાઈટ સ્લીપ થવાની ઘટના બની હતી. આ ઉપરાંત તા. 2 જૂલાઈના રોજ મુંબઈમાં ફ્લાઈટ સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. જો કે, આ ત્રણેય બનાવોમાં કોઈ જાનહાની થઈ ન હતી. દરમિયાન ચોમાસામાં આવા બનાવો અટકાવવા માટે ડીજીસીએ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. દરમિયાન DGCAએ કહ્યું છે કે વરસાદના સમયમાં ઓપરેટર વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન એર સેફ્ટી સર્ક્યૂલરનું કડકપણે પાલન કરે. ગત દિવસોમાં મુંબઈ, સુરત અને મેંગલુરુ એરપોર્ટ પર વિમાન સ્લિપ થયા હતા. જો કે આ દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી.
DGCAએ એરલાઇન્સની સુરક્ષા પ્રમુખોને નિર્દેશ આપ્યાં છે કે જો હવામાનથી વિપરીત પરિસ્થિતિઓમાં લેન્ડિંગ કે ટેકઓફ કરવું પડે છે તો તમામ પાયલટને પહેલાંથી સુરક્ષાના નિયમોની જાણકારી આપવામાં આવે. જો એરલાઇન્સ યાત્રિકોની સુરક્ષા સાથે રમત કે સર્ક્યૂલરનું પાલન કરવામાં બેદરકારી દાખવે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.