1. Home
  2. Political
  3. ધર્મનગરી કાશી બાદ ટ્રેનથી રામનગરી અયોધ્યા જશે પ્રિયંકા ગાંધી, હિંદુત્વના એજન્ડા પર વધશે ભાજપનો પડકાર?
ધર્મનગરી કાશી બાદ ટ્રેનથી રામનગરી અયોધ્યા જશે પ્રિયંકા ગાંધી, હિંદુત્વના એજન્ડા પર વધશે ભાજપનો પડકાર?

ધર્મનગરી કાશી બાદ ટ્રેનથી રામનગરી અયોધ્યા જશે પ્રિયંકા ગાંધી, હિંદુત્વના એજન્ડા પર વધશે ભાજપનો પડકાર?

0

પૂર્વ યુપીની 41 લોકસભા બેઠકો પર કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના અયોધ્યામાં રોડ શૉ કરશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેઓ અયોધ્યા ખાતે કોઈ ધાર્મિક સ્થળ પર જશે અથવા નહીં.

યુપીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વોટયાત્રાના ઉદેશ્યથી બોટયાત્રા કરી ચુક્યા છે અને હવે ટ્રેનયાત્રા દ્વારા લોકસંપર્ક કરવાના છે. પ્રિયંકા ગાંધી 27 માર્ચે દિલ્હીથી ફૈઝાબાદ વચ્ચે ટ્રેનયાત્રા કરશે. આ ટ્રેન યાત્રા દરમિયાન તેઓ લોકો સાથે વાતચીત કરશે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણીમાં મતદાતાઓ સાથે સંપર્ક મટે આના પહેલા પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી વારાણસી વચ્ચે બોટયાત્રા કરી ચુક્યા હતા.

પ્રિયંકા ગાંધી સોફ્ટ હિંદુત્વના એજન્ડા દ્વારા ચૂંટણી અભિયાનને ધાર આપવામાં લાગેલા છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પ્રયાગરાજના હનુમાન મંદિરમાં દર્શન અને ગંગા પૂજનની સાથે શરૂ કરી હતી. બાદમાં તેઓ વિંધ્યાચલમાં મા વિંધ્યવાસિની દેવીના દર્શને ગયા હતા અને વારાણસીમાં કાશી વિશ્વનાથના મંદિરમાં પણ માથું ટેક્વ્યું હતું. તથા વારાણસીના પવિત્ર દશાશ્વમેઘ ઘાટ પણ ગયા હતા. પ્રિયંકા ગાંધી હવે ભગવાના રામની નગરી અયોધ્યાની મુલાકાતે જઈ રહ્યા છે. અહીં તેઓ હનુમાન ગડી જશે. પ્રિયંકા ગાંધી સતત પોતાની ચૂંટણીલક્ષી યાત્રાઓ દરમિયાન ભાજપને તેની રાજકીય જમીન પર પડકારો આપવાની કોસિશ કરી રહ્યા છે.

આ કડીના ભાગરૂપે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપીના અયોધ્યામાં રોડ શો પણ કરશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેઓ પવિત્ર શહેરના કોઈ ધાર્મિક સ્થાન પર જશે કે નહીં. યુપી કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધી દિલ્હીથી કેફિયત એક્સપ્રેસ દ્વારા ફૈઝાબાદ આવવા માટે રવાના થશે. ટ્રેન સવારે પાંચ વાગ્યે અને 30 મિનિટે અહીં પહોંચશે તેવી સંભાવના છે.

રાજેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યુ છે કે ફૈઝાબાદ રેલવે સ્ટેશન નજીક થોડોક સમય હોટલમાં રોકાણ બાદ તેઓ સવારે દશ વાગ્યે અયોધ્યામાં રોડ શૉ કરશે. લગભગ પચાસ કિલોમીટરનો રોડ શૉ કુમારગંજમાં સમાપ્ત થશે. તેની સાથે તેમણે કહ્યુ છે કે રૉડ શૉમાં 32 પડાવ હશે. પ્રિયંકા ગાંધી સ્થાનિક લોકોને મળશે અને ફૈઝાબાદમાં બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે.

પ્રિયંકા ગાંધીની રેલવે યાત્રા પહેલા સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને આખરી ઓપ આપવામાં આવશે. સૂત્રો મુજબ, સીડબલ્યૂસીની આ બેઠક અકબર રોડ ખાતેના કોંગ્રેસના મુખ્યમથક ખાતે થશે. તેમાં ચૂંટણી ઢંઢેરાના વિષયવસ્તુને લઈને ચર્ચાવિચારણા થશે.

સીડબલ્યૂસી કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ નીતિ નિર્ધારણ સંસ્થા છે. સીડબલ્યૂસીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, અહમદ પટેલ, એ. કે. અન્ટની, ગુલામ નબી આઝાદ, પી. ચિદમ્બરમ, મલ્લિકાર્જૂન ખડગે, અંબિકા સોની અને આનંદ શર્મા હાજર રહેશે.

આ સિવાય ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સિદ્ધારમૈયા, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ અને હરીશ રાવત પણ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવો પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ થશે. લોકસભા ચૂંટણી મટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પી. ચિદમ્બરમની અધ્યક્ષતાવાળી એક સમિતિએ તૈયાર કર્યો છે. આ સમિતિમાં કેટલાક અન્ય સદસ્યો પણ સામેલ છે.

tags:

LEAVE YOUR COMMENT