in , ,

ગુજરાત રાજકોટમાં ઓનલાઈન ગેમ પબજી રમનારા 10 સ્ટૂડન્ટ્સની ધરપકડ

ગુજરાતના રાજકોટમાં કોલેજના 10 સ્ટૂડન્ટ્સની જાહેરસ્થાન પર ઓનલાઈન ગેમ પબજી રમવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જો કે બાદમાં આ લોકોને જામીન પર છોડવામાં આવ્યા હતા. આના પાંચ દિવસ પહેલા જ સ્થાનિક પોલીસે ઓનલાઈન ગેમ પબજીને પ્રતિબંધિત કરતી નોટિસ જાહેર કરી હતી. ગુજરાતમાં ઘણાં અન્ય જિલ્લાઓમાં પણ આ ગેમ પર પ્રતિબંધ છે. પરંતુ આ મામલામાં રાજકોટ ખાતે પહેલી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારે જાન્યુઆરીમાં આના સંદર્ભે નિર્દેશ જાહેર કર્યો હતો.

રાજકોટમાં આ સ્ટૂડન્ટ્સને બુધવારે અલગ-અલગ સ્થાનો પરથી આ ગેમ રમતા ઝડપવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે અમે આ કડક સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે પબજીને પ્રતિબંધિત કરનારી નોટિસ માત્ર કાગળનો ટુકડો નથી.

મહત્વપૂર્ણ છે કે પબજી એક ઓનલાઈન ગેમ છે. તેમા ભાગ લેનારા ખેલાડીઓ ખુદને જીવતા રાખવા અને ગેમ જીતવા માટે બીજાને મારવા પડે છે. હિંસક પ્રવૃત્તિની આ રમતની અસર નાના બાળકો, કિશોરો ત્યાં સુધી કે પુખ્તવયના લોકોને પણ થઈ રહી છે. તેમનો વ્યવહાર હિંસક થતો દેખાઈ રહ્યો છે.

કંઈક આવો જ પ્રતિબંધ તાજેતરમાં મોમો ચેલેન્જ પર પણ લગાવવામાં આવ્યો હતો, જે લોકોને ખતરનાક ચેલેન્જિસની સીરિઝ પુરી કરવા માટે પ્રેરીત કરતી હતી. કેટલાક દિવસ પહેલા મુંબઈના બાંદ્રાના વતની એક અગિયાર વર્ષના બાળકે ઓનલાઈન ગેમ પબજી પર પ્રતિબંધ લગાવવા માટે સરકારને પત્ર લખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચકચારી જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ

ઈમરાન ખાન આટલા ઉદાર હોય, તો મસૂદ અઝહરની ભારતને કરે સોંપણી: સુષ્મા સ્વરાજ