revoinews

અમદાવાદમાં આજે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ, સ્કૂલ-કોલેજ ખોલવાનો નિર્ણય પણ મોકૂફ

  • અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય
  • શહેરમાં આજની રાતથી 57 કલાકનો કર્ફ્યુ
  • સ્કૂલ-કોલેજ ખોલવાનો નિર્ણય મોકૂફ
  • કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં 20 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાતના 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ સમય દરમિયાન ફક્ત દૂધ અને દવાઓની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે. આ સાથે રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલ કોલેજો શરૂ કરવાના નિર્ણયને પણ મુલતવી રાખ્યો છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો ફેલાવો અટકાવવા શુક્રવારથી કોર્પોરેશનની હદ હેઠળ 57 કલાકની સપ્તાહના કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક શાળાઓ અને કોલેજો શરૂ કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ શરૂ થશે,જે સોમવારે સવારે છ વાગ્યા સુધી શરૂ રહેશે. અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે, આ ‘સંપૂર્ણ કર્ફ્યુ’ દરમિયાન ફક્ત દૂધ અને દવાની દુકાન જ ખુલ્લી રહેશે.

રાજીવ કુમાર ગુપ્તાની ગુજરાત સરકાર દ્વારા વિશેષ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેનું કામ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કોરોના વાયરસ સંક્રમણના કામની દેખરેખ રાખવાનું છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી તમામ શિક્ષણ લગભગ બંધ છે,પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા પર મંથન શરૂ કરાયું હતું અને દિવાળી બાદ 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે 23 નવેમ્બરની તારીખ અને સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાના 1,340 નવા કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 1,340 નવા કેસ નોંધાયા છે અને આ સાથે ગુરુવારે રાજ્યમાં સંક્ર્મીતોનો કુલ આંક વધીને 1,92,982 થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. આ સમયગાળા દરમિયાન 1,113 દર્દીઓ પણ સંક્રમણ મુક્ત બન્યા છે

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત મુજબ રાજ્યમાં વધુ સાત દર્દીઓનાં મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 3,830 થઈ છે. 1,113 દર્દીઓને રિકવરી પર હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,76,475 દર્દીઓ સ્વસ્થ બન્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54,900 થી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 70.33 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે.

_Devanshi

Related posts
revoinews

ગુજરાતના પોલીસ દળમાં નવા અશ્વનો કરાશે સમાવેશ

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલીંગ…
revoinews

દેશમાં લાંબા સમય બાદ ફેબ્રુઆરી મહિનાથી અમેરિકાના વિઝા માટેની કામગીરી હાથ ધરાશે - અરજીની સંખ્યા હાલ મર્યાદીત રખાશે

દિલ્લી: છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કારણે અનેક કામકાજ ઠપ્પ થયા હતા જેમાં વિઝા એસેમ્બલીની કામગીરી પણ બંધ હતી, જો…
Regionalrevoinewsગુજરાતી

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી શરુ નવી સવારી - અનેક સુવિધાથી સજ્જ ક્રુઝની ટિકિટ માત્ર 200 રુપિયા

અમદાવાદીઓ માટે રિવર ફ્રન્ટ પર નવી રાઈડ્સ શરુ માત્ર 200 રુપિયામાં સવારી કરી શરાશે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપી અમદાવાદીઓ…

Leave a Reply