in ,

સુરતમાં પત્નીના મોતથી શોકમાં ગરકાવ પતિનું હાર્ટ એકેટથી મોત

સુરતઃ શહેરના ભીમરાડ ચેક પોસ્ટ નજીક પત્નીના મોત બાદ શોકમાં ગરકાવ થઈ ગયેલા પતિનું પણ હાર્ટ એકેટથી મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચાર દિવસ અગાઉ મહેસાણાથી દીકરાના ઘરે સુરત આવેલા માતા-પિતા મુંબઈ જાય તે અગાઉ જ તેમના અવસાન થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભીમરાડ ચેકપોસ્ટ નજીક રહેતા ચેતન પંચાલના માતા પુષ્પાબેન (ઉ.વ. 67) અને પિતા પ્રવીણચંદ્ર પંચાલ મહેસાણાથી પુત્રના ઘરે રહેવા આવ્યા હતા. દરમિયાન પુષ્પાબેન ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. દરમિયાન તેમની તબિયત લથડતા પતિ પ્રવીણચંદ્ર પંચાલે પુત્ર ચેતનને ફોન કર્યો હતો. તેમજ 108ને જાણ કરી હતી. જો કે, 108ની ટીમ આવે તે પહેલા જ વૃધ્ધાનું મોત થયું હતું. પત્નીના મોતના આઘારમાં પ્રવીણચંદ્ર પંચાલનું પણ મોત થયું હતું. પ્રવીણચંદ્ર બ્લડપ્રેશરના દર્દી હતા અને 15 વર્ષ અગાઉ જ બાયપાસ કરાવી હતી.

દંપતિ પુત્ર ચેતનના ઘરે રોકાણ કર્યા બાદ મુંબઈમાં રહેતા પુત્ર કેતનના ઘરે જવાનું હતું. જે પહેલા જ દંપતિનું દુઃખદ અવસાન થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દંપતિનો મૃતદેહ મુંબઈમાં પુત્ર કેતનના ઘરે લઈ જવામાં આવશે અને ત્યાં તેમની અંતિમવિધી કરવામાં આવશે. પ્રવીણચંદ્ર પંચાલનું હાર્ટ એટેકના હુમલામાં મોત થયાનું મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વેરાવળમાં દરિયો તોફાની બનતા જેટી રોડ પર પથ્થરોનો કાટમાળ ખડકી દીધો

SCO સમિટ: એક ખૂણા બેઠા રહ્યા પાકિસ્તાની પીએમ ઈમરાન, પીએમ મોદીએ હસ્તધૂનન અને વાતચીત કર્યા નહીં