BOLLYWOODEDUCATIONENTERTAINMENTImportant StoriesNATIONALREGIONALTELEBUZZગુજરાતી

સ્ટાર પ્લસનો શૉ ‘ડાન્સ પ્લસ’ સિઝન-5માં અમદાવાદનું નૃત્ય કલા કેન્દ્ર ગૃપ ટોપ 10માં – ગૃપની 7 કિશોરીઓનો બોલિવૂડ સોંગ પર ક્લાસિકલ ડાંસનો તડકો

રેમો ડિસુઝાનો સ્ટાર પ્લસ પર શનિવાર અને રવિવારના રોજ પ્રસારિત થતો ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસની સિઝન 5 છેલ્લા નવેમ્બર મહિનાનથી શરુ થઈ ચૂકી છે.દેશનો રીયાલીટી ડાન્સ પ્લસ શો વિશ્વભરમાં ખુબ જ જાણીતો છે,જ્યા દેશભરમાંથી અનેક ડાન્સર પોતાની પ્રતિભા લઈને આવતા હોય છે અને કહેવાય છે ને કે,ટેલેન્ટને કોઈના ટેકાની જરુરત હોતી નથી,બસ આ જ રીતે આ શૉમાં ટેલેન્ટ ઘરાવતા પ્રતિયોગીઓને સ્થાન મળવા પામે છે.

આ રિયાલીટી શૉ ડાન્સ પ્લસની સીઝન 5માં અમદાવાદમાં લેવામાં આવેલા ઓડિશનમાં અમદાવાદની ચાંદખેડા સ્થિત ભરત નાટ્યમની સંસ્થાનું નૃત્ય કલા કેન્દ્ર ગૃપ સિલેક્ટ થયું હતું. જે ગૃપ  ટોપ 10 સુઘી પહોંચતા ગુજરાતનું ગૌરવ વઘાર્યું છે.ગુજરાતનું આ 7 કિશોરીઓનું ગૃપ બોલિવૂડના સોંગ પર ક્લાસિકલ ડાન્સનો તડકો આપીને લોકોને મંત્રમૃગ્ઘ કરી રહ્યું છે.

નૃત્ય કલા કેન્દ્ર ગૃપ સાત કિશોરીઓનું ગૃપ છે,આ દરેક કિશોરીઓ આ સંસ્થામાં ભરત નાટ્યમ કલામાં વિસારદ અને પારંગતનો અભ્યાસ કરી રહી છે.જેમાં આકૃતિ મિશ્રા, સમીક્ષા યાદવ, મોક્ષદા,દિવ્યા રાખેચા,અપેક્ષા,દ્વિતી,આકૃતિ અને મંજરી નાયરનો સમાવેશ થાય છે.આ તમામ કિશોરીઓ ભરત નાટ્યમની તાલિમ લઈ રહી હતી જે દરમિયાન ડાન્સ શૉનું ઓડીશન અમદાવાદ ખાતે લેવામાં આવ્યું હતું,આ ઓડીશનમાં નૃત્ય કલા કેન્દ્ર ગૃપનું સિલેક્સન થવા પામ્યુ હતુ, જે હાલ ટોપ 10માં અનેક પ્રતિયોગીઓને ટક્કર આપી રહ્યું છે.જેઓ ઘર્મેશ સરની ટીમમાં ડાન્સ પર્ફોમ કરી રહ્યા છે.

આ ગૃપની એક કિશોરીના પિતા અતુલ મિશ્રા સાથે પુત્રીની આ ભરત નાટ્યમની કલા અંગે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, “પુત્રી ઘોરણ 11 માં અભ્યાસ કરી છે, જેણે ભરત નાટ્યમમાં વિસારદની પદવી મેળવી છે, તે સાથે જ આકૃતિ હવે ભરત નાટ્યમમાં પારંગતની તાલિમ પણ લઈ રહી છે, સાથે અન્ય 6 કિશોરીઓ પણ આ ગૃપમાં સામેલ છે,દરેક કિશોરીઓના સાથ સહકારથી આ ગૃપ આજે ડાન્સ પ્લસની 5મી સિઝનમાં ટોપ 10માં ચમકી રહ્યું છે.જે ગુજરાત માટે ગૌરવ લેવાની વાત છે,આ ગૃપની તમામ કિશોરીઓ અમદાવદની રહેવાસી છે” આમ પુત્રી આકૃતિ વિશે વાતચીત કરતા તેના પિતા અતુલ મિશ્રાએ હર્ષની લાગણી અનભવી હતી.

આ 7 કિશોરીઓનું નૃત્ય કલા કેન્દ્ર ગૃપ બૉલિવૂડના સોંગ પર ભરત નાટ્યમનું પર્ફોમ કરી રહ્યુ છે જે તેમની ખાસીયત છે.આ ડાન્સ શૉને રેમો ડિસુઝા,ઘર્મેશ યેલાન્ડે,પુનિત પાઠક,સુરેશ મુકુન્દ,કરીશ્મા ચાવન જેવા અનેક મહાન ડાન્સર અને કોરીયોગ્રાફર જજ કરી રહ્યા છે.

(સાહીન)

Related posts
REGIONALગુજરાતી

અમદાવાદમાં પરિવહન સેવા ફરીથી શરૂ, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં પાંચ મહિના બાદ ફરી એકવાર પરિવહન સેવાનો પ્રારંભ થયો હતો. આજથી શહેરના માર્ગો ઉપર ફરીથી AMTS અને BRTS…
REGIONALગુજરાતી

ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 110 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં…
REGIONALગુજરાતી

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો…

Leave a Reply