in ,

અમદાવાદમાં સ્કૂલ વાહનો ઉપર RTOની તવાઈઃ ચાલકોમાં ફફડાટ

અમદાવાદઃ શહેરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે જ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને હરકતમાં આવેલા આરટીઓએ મેગા ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્કૂલ બસ અને સ્કૂલ વાહનોનું ચેકીંગ શરૂ કર્યું છે. ફિટનેસ સર્ટિફિકેટ અને ઇન્સયોરન્સના ડોક્યમેન્ટ્સ સહિત તમામ બાબતોને લઇને સ્કૂલ વાન અને સ્કૂલ બસ પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 50 ટકા સ્કુલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો આરટીઓના નિયમનુ પાલન નહીં કરતા હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ આરટીઓ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. સ્કૂલ વાનમાં માસૂમ બાળકોને પશુઓની ભરતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  સ્કૂલ વાન અને સ્કૂલ બસ માટે ફીટનેસ સર્ટિફિકેટથી લઇને ઇન્સયોરન્સ સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવી હતી. આરટીઓના નિયમ મુજબ સ્કૂલ વાનમાં ટેક્સી પાર્સિગ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમદાવાદની ઘણી સ્કૂલ વાન પ્રાઇવેટ વાનમાં ઉપયોગ કરી રહ્યા છે. જેથી નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.  

શહેરમાં જાણીતી સ્કૂલની નજીક જ આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા સ્કૂલ વાહનો ડિટેઈન કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આરટીઓ દ્વારા આગામી દિવસોમાં આ ડ્રાઈવ વધુ વેગવંતી બનાવવામાં આવશે. આરટીઓની કામગીરીને પગલે નિયમોનું પાલન નહીં કરનારા સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCO સમિટ: એક ખૂણા બેઠા રહ્યા પાકિસ્તાની પીએમ ઈમરાન, પીએમ મોદીએ હસ્તધૂનન અને વાતચીત કર્યા નહીં

ઈમરાનખાનના અશિષ્ટાચારથી પાકિસ્તાનની ઓકાત દુનિયાની સામે આવી, આખી દુનિયામાં ઉડી રહી છે મજાક